મુકેશ અંબાણીને ઓઈલ નિયમનકાર પીએનજીઆરબીએ મોટી રાહત આપી કાકીનાડા-ભરૂચ સુધીની ૧,૪૦૦ કિ.મી લાંબી ગેસ પાઈપલાઈનનું વેચાણ બ્રુકફિલ્ડને કરવા મંજૂરી આપી

0
17

સોલાપુર,તા.૨૮
અબજાપતિ બિઝનેસમેન મુકેશ અંબાણીને ઓઈલ નિયમનકાર PNGRBએ મહત્વના કેસમાં મોટી રાહત આપી છે. ઓઈલ રેગ્યુલેટરે અંબાણીની ખોટ કરી રહેલી ઈસ્ટ-વેસ્ટ નેચરસ ગેસ પાઈપલાઈનનું કેનેડાની રોકાણકારણ કંપની બ્રુકફિલ્ડને વેચાણ કરવા મંજૂરી આપી છે. મુકેશ અંબાણીની કંપની રિલાયન્સ ગેસ ટ્રાન્સ્પોર્ટેશન ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ જેનું બાદમાં નામ બદલીને ઈસ્ટ વેસ્ટ પાઈપલાઈન લિમિટેડ કરાયું હતું. લગભગ એક દાયકા અગાઉ આ કંપનીએ આંધ્ર પ્રદેશના કાકીનાડાથી લઈને ગુજરાતના ભરૂચ સુધી કુદરતી ગેસના વહન માટે ૧,૪૦૦ કિ.મી લાંબી પાઈપલાઈન નાખી હતી. રિલાન્ય ઈન્ડસ્ટ્રીઝ સંચાલિત કેજી બેસીન સ્થિત બ્લોકમાંથી મળતા ગેસના પુરવઠાને આ પાઈપલાઈન મારતફે વહન કરવા તેનું બાંધકામ કરાયું હતું.
સ્પર્ધા પંચે સપ્ટેમ્બરમાં બ્રુકફિલ્ડ ઈન્ડિયા ઇન્ફ્રાસ્ટ્રક્ચર ટ્રસ્ટ નામે ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઈન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટને (IIT) સ્પોન્સર કરે છે તેને મંજૂરી આપતા પેટ્રોલિયમ અને નેચરલ ગેસ રેગ્યુલેટરી બોર્ડ (PNGRB)એ આ પાઈપલાઈનના વેચાણને મંજૂરી આપી હતી. નિયમનકારી સંસ્થાના ચેરમેન દિનેશ ક શરાફે જણાવ્યું હતું કે, ‘હા અમે મંજૂરી આપી છે.’ આ સાથે જે બ્રુકફિલ્ડનું ભારતના ઉર્જા બજારમાં આ સૌપ્રથમ રોકાણ રહેશે. જા કે આ હસ્તાંતરણ કેટલી કિંમત કરાશે તે જાણવા મળ્યું નથી.
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ હોલ્ડિંગ પ્રા. લિ.ની સંપૂર્ણ માલિકીની પેટા કંપની પાઈપલાઈન ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રા. લિ. આઈઆઈટીને ઈશ્યૂજ તેમજ પેઈડ અપ ઈક્વિટી શેર કેપિટલનું વેચાણ કરશે તેમ સીસીઆઈના ઓર્ડરમાં જણાવાયું છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY