મોરબી,તા.૧
રાજ્યમાં આ વર્ષે પૂરતો વરસાદ નહીં પડવાને કારણે ખેડૂતોને પોતાના પાક નિષ્ફળ જવાનો ડર સતાવી રહ્યો છે. આને લઈને મોરબી જિલ્લાના ૧૨ ગામના ખેડૂતોએ સિંચાઈ માટે પાણીની માંગ સાથે આંદોલનનો માર્ગ અપનાવ્યો છે. માળિયાના ૧૨ ગામના ખેડૂતોએ નર્મદાના નીર માટે આંદોલન શરૂ કર્યું છે.
ખાખરેચી ગામથી ખેડૂતોની રેલી નીકળી : સિંચાઈ માટે પાણીની માંગ સાથે માળિયાના ખાખરેચી ગામથી ખેડૂતોની રેલી નીકળી છે. આ રેલીમાં મોટી સંખ્યામાં મહિલાઓ પણ જાડાઈ છે. ખાખરેચી ગામથી ૧૨ ગામના ખેડૂતો માળિયા ખાતે આવેલી નર્મદા કેનાલ ખાતે પહોંચશે. જ્યાં તમામ ખેડૂતો પાણીની માંગ સાથે ત્રણ દિવસના ઉપવાસ કરશે. ૧૨ ગામના ખેડૂતો પગપાળા અને ટ્રેક્ટરોમાં સવાર થઈને કેનાલ ખાતે પહોંચી રહ્યા છે.
પાણીની માંગ સાથે નર્મદા કેનાલમાં ઉતરેલી મહિલાઓ. ખેડૂતોનું કહેવું છે કે ફક્ત બે દિવસ સુધી જ કેનાલમાં પાણી છોડવામાં આવ્યું હતું. વરસાદ ન પડવાને કારણે તેમનો પાક સુકાઈ રહ્યો છે. સરકાર જા પાણી છોડશે તો તેમનો કપાસનો પાક બચી શકે એમ છે. પાણીની માંગ સાથે કેનાલ ખાતે ખેડૂતો ત્રણ દિવસના ઉપવાસ કરશે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



