‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ની મુલાકાત લેવા ઓનલાઇન ટિકિટ બુક કરાશે

0
6

કેવડીયા,તા.૨૯
‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ નાગરિકો માટે ૧લી નવેમ્બરથી ખુલ્લું મૂકાશે :રાષ્ટ્રીય એકતા ટ્રસ્ટ દ્વારા વેબસાઇટ અને મોબાઇલ એપ વિકસાવાઇ છે.www.soutickets.in પર જઇને ઓનલાઇન ટિકિટ માટે ૨૭મી ઓકટોબર-૨૦૧૮થી બુકિગ કરાવી શકાશે. કેવડિયા ખાતેથી પણ ટિકિટ મેળવી શકશે. આ પ્રોજેક્ટને દેખવા માટે સરકારે ફીનું ધોરણ ૫૦૦ રૂપિયા રાખ્યું છે. જેમાં આ પ્રોજેક્ટને પ્રતિ વ્યકિત જાઈ શકશે. અહીં સરકાર દ્વારા તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાઈ છે.
ભારતના લોહ પુરૂષ સરદાર વલ્લભભાઇ પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ નું કેવડિયા ખાતે નિર્માણ સંપન્ન થયું છે. આ પ્રતિમાને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી ૩૧મી ઓકટોબરેરાષ્ટ્રીય ર્પણ કરનાર છે. જે આમ નાગરિકો માટે ૧લી નવેમ્બર-૨૦૧૮થી ખુલ્લું મૂકવામાં આવશે એમ સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડની યાદીમાં જણાવાયું છે
યાદીમાં વધુમાં જણાવાયાનુસાર સ્ટેચ્યુ ઓફ યુનિટી અને આસપાસના વિસ્તારને વૈશ્વિક સ્તરનું પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવામાં આવ્યું છે. જ્યાં ફલાવર ઓફ વેલી, ટેન્ટ સિટીનું પણ નિર્માણ કરાયું છે. આ પ્રવાસન સ્થળની સહેલાણીઓ મુલાકાત લઇ શકે તે માટે સરદાર વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રીય એકતા ટ્રસ્ટ દ્વારા પ્રવાસીઓની સરળતા માટે ઓનલાઈન ટિકિટ બુકિંગ માટે વેબસાઈટ અને મોબાઈલ એપ્લીકેશન વિકસાવવામાં આવી છે. ઓનલાઇન ટિકિટ બુકીંગ માટે પ્રવાસીઓ www.soutickets.in પર જઈને ટિકિટ બુકિંગ કરાવી શકશે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY