અમદાવાદ,તા.૨૯
શહેરની મધ્યમાંથી પસાર થતી સાબરમતી નદી પરના મહત્વ પૂર્ણ એવા સુભાષબ્રિજ અને નહેરુબ્રિજને તેના નદી પર ઊભા રહેલા પિલર પરના બેરિંગ ક્ષતિગ્રસ્ત થવાથી તંત્ર દ્વારા આગામી દિવસોમાં બદલવાની કામગીરી હાથ ધરાશે. આ બંને રિવરબ્રિજ પરના બેરિંગ બદલવા માટે તેને અંદાજે એક ફૂટ ઊંચા કરવાનું ઓપરેશન હાથ ધરાશે.
આ એક જટિલ એવી ટેકનિકલ બાબત હોઇ તેટલા સમયગાળા પૂરતા રિવરબ્રિજને ટ્રાફિકની અવરજવર માટે બંધ રખાશે, જાકે પહેલાં સુભાષબ્રિજની બેરિંગ બદલાશે તેમ જાણવા મળ્યું છે. સાબરમતી નદી પર નહેરુબ્રિજ, સરદારબ્રિજ, દધીચિબ્રિજ, આંબેડકરબ્રિજ, સુભાષબ્રિજ અને ગાંધીબ્રિજ અને વિવેકાનંદબ્રિજ એમ કોર્પોરેશન હસ્તકના છ રિવરબ્રિજ તેમજ રાજ્ય સરકાર હસ્તકના શાસ્ત્રીબ્રિજ અને ઈન્ડિરાબ્રિજ એમ કુલ આઠ રિવરબ્રિજ છે, જે પૈકી નહેરુબ્રિજ અને સુભાષબ્રિજ દાયકાઓ જૂના હોઇ તેના નદી પરના પિલરના બેરિંગને ભારે ઘસારો લાગ્યો છે.
તંત્ર દ્વારા આ બંને રિવરબ્રિજ પૈકી સુભાષબ્રિજના બેરિંગને બદલવાની દિશામાં કવાયત હાથ ધરાઇ છે, જેની પાછળ અંદાજે રૂ.બે કરોડ ખર્ચાશે. આ રિવરબ્રિજના બેરિંગ બદલવા માટે તેને પહેલા એકાદ ફૂટ ઊંચા કરાશે અને ત્યારબાદ નવા બેરિંગ બેસાડીને તેને મૂળ સ્થિતિમાં લવાશે.
આ ઉપરાંત રિવરબ્રિજ પરના જાઇન્ટ એકસપાન્શન ગેપ પણ પહોંળા થયા છે જેના કારણે વાહનચાલકો ગેપમાં પછડાઇને તેમને ઈજાગ્રસ્ત કરે છે. તંત્ર દ્વારા સુભાષબ્રિજના જાઇન્ટ એકસપાન્શન ગેપના રિપેરિંગ માટેની પણ તૈયારી હાથ ધરાઇ છે.જાણકાર સૂત્રો વધુમાં કહે છે, સુભાષબ્રિજના બેરિંગ બદલવા તેમજ જાઇન્ટ એકસપાન્શન ગેપના રિપેરિંગ માટેના રૂ. બે કરોડના ટેન્ડર હેઠળ છ મહિનામાં કામગીરી પૂર્ણ કરવાની તંત્ર દ્વારા સમયમર્યાદા અપાઇ છે, પરંતુ આ સમગ્ર ઓપરેશન ત્રણથી ચાર મહિનામાં આટોપી લેવાય તેવી શકીયતા છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




