સ્થાપના દિવસની ઉજવણી પ્રસંગે શાંતિ અને અહિંસાની પરંપરા થીમ રખાઈ હતી યુએનના સ્થાપના દિને સરોદ વાદક ઉસ્તાદે ‘સીતા રામ’ ધૂન પ્રસ્તુત કરી

0
40

સંયુક્ત રાષ્ટ્રસંઘ,તા.૨૫
સૌથી મોટા વૈશ્વિક સંગઠનના ૭૩માં સ્થાપના દિવસે સંયુક્ત રાષ્ટ્રમાં ‘સીતા રામ’ ધૂન ગુંજી ઉઠી હતી.UN ડે પર આયોજીત સાંસ્કૃતિક કાર્યક્રમમાં સરોદ વાદક ઉસ્તાદ અમજદ અલી ખાન અને તેમના દિકરા અમાન અલી બંગસ અને અયાન અલી બંગશે શાનદાર પ્રસ્તુતી કરી હતી.
UNના સ્થાપના દિવસની ઉજવણી પ્રસંગે આ વખતે ‘શાંતિ અને અહિંસાની પરંપરા’ થીમ રાખવામાં આવી હતી. મહત્વની વાત એ છે કે, આ થીમની પસંદગી ભારતે કરી હતી, જે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના વિચારોથી પ્રેરિત છે.
કાર્યક્રમ દરમિયાન સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એંટોનિયો ગુટારેસે તાજેતરમાં જ દિલ્હીની મુલાકાતે આવ્યા હતાં. તેઓ પોતાની ભારત મુલાકાત દરમિયાન મહાત્મા ગાંધીની સમાધિ રાજઘાટ પર પણ ગયા હતાં. આ પ્રસંગે તેમણે તેમની ભારત મુલાકાતનો ઉલ્લેખ કર્યો હતો. તેમને બાપૂને દુનિયાના મહાન નેતા ગણાવતા કહ્યું હતું કે, આજની થીમ મહાત્મા ગાંધીના વારસાને સાચી શ્રદ્ધાંજલિ છે.
સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ સૈયદ અકબરૂદ્દીને કહ્યું હ્‌તું કે, ભારતનો સંગીત વારસો અનેક સંસ્કૃતિનો સંગમ છે. આ અમારી સાંસ્કૃતિક વિવિધતા, અમારા મૂલ્યો, પારસ્પારિક સમજણ, અસહિષ્ણુતા, સદ્ભાવ સાથે રહેવાની શૈલીને દુનિયા સામે રજુ કરે છે. અકબરૂદ્દીને સંયુકત રાષ્ટ્રમાં આયોજીત સાંસ્કૃતિક કાર્યક્રમના અનેક વીડિયો પણ શેર કર્યા હતા.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY