ચાર વર્ષ થી લગ્ન ની લાલચ આપી વારંવાર બળાત્કાર કર્યા બાદ હવે યુવકે લગ્ન કરવાની ના પાડી કોઈ ને કહ્યું તો જાનથી મારી નાખવાની ધમકી આપતા ભોગ બનનાર યુવતી એ પોલીસ નું શરણું લીધું
રાજપીપળા ના ટ્યુશન ક્લાસ માં અભ્યાસ માટે જતી યુવી ને લગ્ન ની લાલચે અલગ અલગ જગ્યા એ લઈ જઈ ચાર વર્ષ સુધી બળાત્કાર કરનાર યુવાન વિરુદ્ધ ફરિયાદ થતા બળાત્કાર નો ગુનો દાખલ
રાજપીપળા : રાજપીપળા હાઉસિંગ બોર્ડ નજીક માં રહેતી એક 19 વર્ષીય યુવતી ચાર વર્ષ પેહલા દરબાર રોડ નજીક આવેલા એક ટ્યુશન ક્લાસ માં અભ્યાસ માટે જતી હોય તારીખ 28-8-14 ની સવારે લઘભગ છ વાગે એ ટ્યુશને જતા યુવતીના ઘર નજીકના જીન કમ્પાઉન્ડ માં રહેતો પ્રકાશ નગીનભાઈ રાણા નામનો યુવક રાહ જોઈ ટ્યુશન નજીક ઉભો હતો યુવતી ત્યાં આવતાજ એ યુવતીને લઈ ક્લાસ માં મુકવા ગયો પરંતુ એ દિવસે ક્લાસ બંધ હોય યુવક તેને લઈ સરકારી ઓવરા તરફ બાઈક પર આંટો મારવા લઈ ગયેલ જેથી યુવતી એ ઘરે જવાનુ કહ્યું છતાં યુવક તેને ઓવરા નજીક ના એક ખેતર માં લઈ ગયો ત્યાં જઈ બળજબરી કરતા યુવતી એ ના પાડતા યુવકે લગ્નની લાલચ આપી યુવતીને પટાવી ત્યાંજ બળાત્કાર કર્યો ત્યારબાદ લગ્ન ની લાલચે વારંવાર અલગ અલગ જગ્યા પર બળાત્કાર કયા બાદ એક દિવસ સમારીયા ગામે રહેતા યુવક ના ભાઈ ને ત્યાં લઈ જઈ ત્યાં પણ બળાત્કાર કર્યો આમ અત્યાર સુધી વારંવાર બળાત્કાર કર્યા બાદ હવે લગ્ન કરવાની ના પાડી અને આ વાત કોઈને કહી તો જાનથી મારી નાખવાની પણ ધમકી આપી હોવાનું ભોગ બનનાર યુવતી એ પોલીસ ફરિયાદ માં જણાવતા રાજપીપળા પોલીસે યુવક પ્રકાશ રાણા વિરુદ્ધ બળાત્કાર નો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે યુવકે લગ્ન ની ના પાડી દગો કરતા ચાર વર્ષ બાદ પોલીસ માં ફરિયાદ આપી હોવાનું પોલીસ સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું .
બોક્સ : વારંવાર સન્માન મેળવનાર નિર્ભયા સ્કોડ કડક પગલા લે એ જરૂરી છે
રાજપીપળા માં ચાલતા અમુક ટ્યુશન ક્લાસો માં અભ્યાસ માટે આવતા બાળકો લાઇસન્સ ની ઉંમર ન હોવા છતાં બાઈકો લઈ રખડપટ્ટી કરવા આવે છે અને અકસ્માતો સહીત આવી ઘટના ને અંજામ અપાય ત્યારે શહેર ના ટ્યુશન ક્લાસો કે સ્કૂલો પર પોલીસે તપાસ કરી કડક પગલાં લેવા જરૂરી છે સાથે વાલીયો એ પણ પોતાના બાળકો ને વાહન આપતા પેહલા વિચારવું રહ્યું વારંવાર સન્માન મેળવનાર નિર્ભયા સ્કોડ ની ટીમે પણ આ બાબત ને ગંભીરતા પૂર્વક લઈ ફક્ત શાળા માં નહીં બલ્કે ટ્યુશન ક્લાસો સહિતની અન્ય જગ્યાઓ પર કામગીરી કરવી જોઈએ એમ લાગી રહ્યું છે.
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"






