ફૂલ સ્પીડમાં દોડતી એસટી બસના ટાયરો અચાનક ચોંટી ગયા,કોઈ જાનહાનિ નહિ

0
19

વલસાડ,તા.૨૪
સામાન્ય રીતે ગુજરાત એસટી બસ સાથે અકસ્માતની ઘટનાઓ છાસવારે બને છે. જેના અનેક લોકોએ પોતાના જીવ પણ ગુમાવ્યા છે. જાકે, આવી જ એક ઘટના દક્ષિણ ગુજરાતમાં આવેલા વલસાડ જિલ્લામાં બની છે. જાકે, સદનસિબે આ ઘટનાં કોઇ જાનહાનિ થઇ નથી. વલસાડમાં ફૂલ સ્પીડમાં દોડતી એસટી બસના અચાનક ટાયરો ચોંટી ગયા હતા. જેના પગલે બસ સાથે મોટી દુર્ઘટના થથાં ટળી હતી. સાથે સાથે આ બસમાં સવાર ૧૧ મુસાફરોનો આબાદ બચાવ થયો હતો.
મળતી માહિતી પ્રમાણે સુરતથી મહાડ જતી ગુજરાત એસટી બસ મંગળવારે મોડી રાત્રે વલસાડ નજીકથી પસાર થઇ રહી હતી. જાકે, આ બસના ટાયરના લાયનર અચાનક જામ થઇ જતા એસટી બસ એકાએક ઊભી રહી હતી. ફૂલ સ્પીડમાં જતી બસને અચાનક જ બ્રેક લાગતા બસમાં સવાર ૧૧ મુસાફરોના જીવ તાળવે ચોંટી ગયા હતા. જાકે, આ ઘટનામાં કોઇ જાનહાનિં પહોંચી નથી.
રસ્તા વચ્ચે બસ ખોટવાતા બસ ચાલકે એસટી ડેપોને જાણ કરી હતી. અને અન્ય બસની માંગ કરી હતી. જાકે, એસટી બસના ટાયરોની મરમ્મત સ્થળ ઉપર જ કરવામાં આવી હતી.
એક મુસાફરના જણાવ્યા પ્રમાણે તંત્ર પાસે સારી બસની માંગ કરવા છતાં પણ આવી જ બસો મોકલે છે. અને લાંબા અંતરના રુટ માટે સારી બસ ફાળવાય તો મુસાફરોને તકલિફ ન વેઠવી પડે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY