સુરત આગની ઘટના બાદ પાલિકા ટીમે ટ્યુશન કાલસો પર રેડ કરી ફાયર બાબતે નોટિસ આપી ત્યારબાદ આ તમામે એન.ઓ.સી મેળવવા અરજી કરી હતી
જોકે એનઓસી માટે અરજી કરનાર ક્લાસીસો સિવાયના અન્ય ભૂતિયા ક્લાસીસો ચાલતા હોવાની માહિતી મળતા જ ચીફ ઓફિસરે લાલ આંખ કરી નોટિસ આપવા સૂચના આપી
રાજપીપળા : રાજપીપળા શહેરમાં કાયદાનું પાલન ન કરનારા લોકો પર લાલ આંખ કરાય છે ત્યારે સુરતં બનેલી આગની ઘટના બાદ પણ શહેરના ટ્યુશન ક્લાસીસો હોટલો અને હોસ્પિટલો સહિતના જરૂરી માધ્યમોમાં ચેકીંગ કરી ફાયર સેફટી બાબતે નોટિસો આપતા એ તમામ ફાયર બાબતે દોડતા થયા અને તે પૈકી રાજપીપળા ના 11 જેવા ટ્યુશન ક્લાસીસોના સંચાલકોએ તેમના ક્લાસીસો માટે રજીસ્ટ્રેશન અને એન.ઓ.સી. મેળવવા પાલિકામાં અરજી કરી હતી પરંતુ આ સિવાયના અન્ય કેટલાક ટ્યુશન ક્લાસો પણ ખાનગી રાહે ચાલતા હોવાનું પાલિકા સત્તાધીશોના ધ્યાન પર આવતા આવા ભૂતિયા ક્લાસીસોના સંચાલકો પર ઇન્ચાર્જ ચીફ ઓફિસર આર એસ દેસાઈએ લાલ આંખ કરી પાલિકા ઈજનેર હેમરાજ સિંહ રાઠોડને સૂચના આપતા આવા તમામ ભૂતિયા ક્લાસીસોના સંચાલકોને કડક શબ્દોમાં નોટિસ ફટકારી હતી
હેમરાજસિંહ રાઠોડના જણાવ્યા મુજબ સીઓ દેસાઈ સાહેબની સૂચના મુજબ શહેરમાં ચાલતા આવા ભૂતિયા ક્લાસીસોમાં કે.કે.ક્લાસીસ ,સનરાઈઝ ક્લાસીસ ,ભાગ્ય ક્લાસીસ, શ્રુતિ ક્લાસીસ ,માં ક્લાસીસ ,પાર્થ ક્લાસીસ અને ચેતના ક્લાસીસના સંચાલકોએ અન્ય ક્લાસીસો પર લાલ આંખ કરવા છતાં રજીસ્ટ્રેશન અને એન.ઓ.સી. માટે પાલિકામાં કોઈજ અરજી કરી ન હતી અને ખાનગી રાહે આ ક્લાસો ચાલતા હોય નિયમોનું પાલન કરવા કોઈજ તૈયારી ન દાખવતા અમે આ તમામને આજે નોટિસો આપી છે.
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




