લંડન,તા.૨૩
મહાન વૈજ્ઞાનિક સ્ટીફન હોકિંગને તેમના મૃત્યુ સુધી લોકોએ તેમને માત્ર વ્હીલચેર પર જાયા છે. ત્યારે હવે આ વ્હીલચેરની હરાજી થવા જઇ રહી છે. આ સાથે તેમના શોધપત્ર અને તેમને લગતી મહત્વપૂર્ણ વસ્તુઓની પણ હરાજી કરવામાં આવશે. હરાજીમાં ભૌતિકશાસ્ત્રીના રૂપમાં તેમની લોકપ્રિયતા નજર આવશે. ઓક્શન હાઉસ ક્રિસ્ટીએ હોકિંગની ૨૨ વસ્તુઓની ઓનાલાઇન હરાજીની જાહેરાત કરી છે જેમાં બ્રહ્માંડની ઉતપત્તિ પર તેમની થીસિસ, તેમના પુરસ્કાર અને વૈજ્ઞાનિક શોધપત્ર વિગેરે સામેલ છે.
આ શોધપત્રોમાં સ્પેક્ટ્રમ ઓફ વોર્મહોલ્સ અને ફંડામેન્ટલ બ્રેકડાઉન ઓફ ફિઝિક્સ ઇને ગ્રેવિટેશનલ કોલેપ્સ સામેલ છે. ક્રિસ્ટીમાં પુસ્તકો અને પાંડુલિપિના પ્રમુખ થોમસ વેનિંગે જણાવ્યું કે આ શોધપત્ર હોકિંગના વિચારના વિકાસક્રમને, તેમની બુદ્ધિમત્તાને દર્શાવે છે. હોકિંગ એક કોસ્મોલોજિસ્ટ રૂપે પ્રસિદ્ધ છે અને અંતરિક્ષમાં બ્લેક હોલ પર તેમના સંશોધન હમેંશા ચર્ચામાં રહ્યા છે.
જાકે ૨૨ વર્ષની ઉંમરમાં મોટર ન્યૂરોન બીમારીની જાણ થતા તેમના જીવનના થોડા જ વર્ષો બચ્યા છે તેવી આશંકા વ્યક્ત કરાઇ હતી. તેમ છતા ત્યારબાદ તેઓ અનેક વર્ષો સુધી વ્હીલચેર પર રહીને ભૌતિક ક્ષેત્રમાં પોતાની શોધ કરતા રહ્યા. માર્ચ મહિનામાં ૭૬ વર્ષે તેમનું નિધન થયું હતું.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




