વિશાખાપટ્ટનમ્,તા.૨૩
ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે પાંચ વન ડે મેચની સિરીઝની બીજી મેચ આજે વિશાખાપટ્ટનમમાં રમાશે. ૨૪ ઓક્ટોબરે રમાનારા આ મુકાબલા માટે ભારત અને વેસ્ટ ઇન્ડીઝની ટીમ વિશાખાપટ્ટનમ પહોચી ગઇ છે. મહત્વપૂર્ણ છે કે સિરીઝની પ્રથમ મેચ ગુવાહાટીમાં રમાઇ હતી જેમાં ભારતે આઠ વિકેટે વિન્ડીઝને હરાવ્યું હતું. ગુવાહાટીમાં પ્રથમ વન ડે મેચમાં ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ ૧૪૦ અને રોહિત શર્માએ ૧૫૨* રનની ઇનિંગ રમી હતી.
બીજી વન ડે માટે તમામ તૈયારી કરી લેવામાં આવી છે.એસીએ-વીડીસીએ ક્રિકેટ સ્ટેડિયમમાં ૨૪ ઓક્ટોબરે રમાનારી મેચમાં પિચને બેટ્સમેનોના અનુકૂળ બતાવવામાં આવી છે જ્યા ફેન્સને ફરી મોટા સ્કોરવાળી મેચ જાવા મળી શકે છે. ટીમ ઈન્ડિયા અત્યાર સુધીમાં દુનિયામાં સૌથી વધુ ૯૪૯ વન ડે મેચ રમી છે. ૯૫૦ વન ડે રમવા માટે ભારતને હવે ફક્ત એક મેચની જરૂર છે. વિન્ડીઝ સામે ગત ૨૧ ઓક્ટોબરે રમાયેલી પ્રથમ વન ડે મેચ ટીમ ઈન્ડિયાની ૯૪૯મી મેચ હતી અને આવતી કાલે ૨૪ ઓક્ટોબરે જે મેચ ટીમ ઈન્ડિયા રમશે તે તેનો ૯૫૦મો વન ડે મુકાબલો હશે.
ભારતે ૯૪૯માંથી ૪૯૦ મેચ જીતી છે અને ભારતની સફળતાની ટકાવારી ૫૪.૨૯ ટકા છે. પાકિસ્તાને ૮૯૯માંથી ૪૭૬ મેચ જીતી છે અને તેની જીતની ટકાવારી ૫૪.૪૮ ટકા છે. આ બંને ટીમ સિવાય કોઈ અન્ય ટીમ ૪૦૦થી વધુ વન ડે મેચ જીતી શકી નથી.
મહત્વપૂર્ણ છે કે આ સ્ટેડિયમનું નિર્માણ વર્ષ ૨૦૦૩માં કરવામાં આવ્યું હતું. ૩૮૦૦૦ દર્શકોની ક્ષમતા ધરાવતા આ સ્ટેડિયમમાં અત્યાર સુધી કુલ સાત વન ડે મુકાબલા રમાઇ ચુકવ્યા છે. આ સાત મુકાબલામાં પ્રથમ બેટિંગ કરનારી ટીમે ૨ વખત જ્યારે બીજી બેટિંગ કરનારી ટીમે પાંચ વખત જીત મેળવી છે. સ્ટેડિયમનો સર્વશ્રેષ્ઠ સ્કોર ૩૫૬ રન છે જે ભારતે પાકિસ્તાન વિરૂદ્ધ બનાવ્યો હતો. જ્યારે સૌથી ઓછો સ્કોર ૭૯ રનનો છે, જે ન્યૂઝીલેન્ડની ટીમે ભારત વિરૂદ્ધ બનાવ્યો હતો.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




