કંડલા,તા.૬
ડીઆરઆઈએ ઈન્ડસ્ટ્રીયલ કોમ્પોઝિટ મિક્સર પ્લસ – લો એરોમેટિક વ્હાઈટ સ્પિરિટના ઓઠા હેઠળ ડીઝલ અને કેરોસીનની ગેરકાયદે આયાત અને દાણચોરીના કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. અગાઉથી મળેલી બાતમીના આધારે ડીઆરઆઈએ, કંડલા બંદરે મિસડીક્લેર કરીને આયાત કરવામાં આવેલા રૂ. ૧૧ કરોડ, ૪૮ લાખનો ૧૩૯ કન્ટેનર ભરેલ ૨,૪૪૨.૮૮ મેટ્રિક ટન એસકેઓ (કેરોસીન) જથ્થો ઝડપી પાડ્યો છે.
કેરોસીનનો જથ્થો ભરેલ ૧૩૯ કન્ટેનર ડિટેઈન કરાયા છે. આ કૌભાંડમાં સંડોવાયેલા ત્રણ શખસની ધરપકડ કરાઈ છે અને તેમને તા. ૧૭ ઓક્ટોબર, ૨૦૧૮ સુધીના જ્યુડિશિયલ કસ્ટડીના રિમાન્ડ અપાયા છે. આ કૌભાંડમાં કસ્ટમ્સ અધિકારીઓની શંકાસ્પદ ભૂમિકા હોવાનું પ્રાથમિક તપાસમાં જાવા મળ્યું છે અને તેમના પર બાજ નજર રાખવામાં આવી રહી છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




