નર્મદા 108 ના ઈએમટી એ ખાનગી ગાડીમાં સુવાવડ કરી માતા બાળકીને જોખમ માંથી ઉગારી

0
129

ડેડીયાપાડા ના મોટા સૂકા આંબા ગામની મહિલા ની ડિલિવરી ના કટોકટીીના સમયેેે 108 ના ઈ એમ ટી માતા બાળકી માટે જીવતદાનરૂપ સાબિત થયા

રાજપીપળા:
નર્મદા જિલ્લા ના ડેડીયાપાડા તાલુકા ના મોટા સૂકા આંબા ગામની રીનાબેન ભાવિકભાઈ વસાવા ગર્ભવતી હોય ગત રાત્રે એમને અચાનક દુખાવો ઉપાડતા 108 ને જાણ કરાઈ પરંતુ 108 આવતા પહેલાજ રીનાબેન ને એક ખાનગી પીકે અપ ગાડી માં પરિવાર દવાખાને લાવતો હતો ત્યાંજ રસ્તામાં વધુ પીડા ઉપાડતા પરિવાર ના સભ્યો ચિંતા માં હતા ત્યારે અધવચ્ચે માર્ગ પરજ 108 એમ્બ્યુલન્સ સામેજ આવી ગઈ અને દુખાવો વધુ હોય સુવાવડ નો કટોકટ સમય હોવાના કારણે ડેડીયાપાડા 108 ના ઈ એમ ટી હીરાજી ઠાકોર એ આ બેન ને એમ્બ્યુલન્સ માં ખસેડવાની રાહ કે માતા બાળક માટે કોઈ જોખમ ન લઈ એ બેન જે ખાનગી પીકઅપ ના આગળ ના કેબીન માં હતા એમજ સુવડાવી સારવાર શરૂ કરતા ગણતરીના સમય માં રીનાબેને એક સ્વસ્થ બાળકી ખાનગી ગાડી માંજ જન્મ આપ્યા બાદ 108 ની ટીમે માતા બાળકી ને એમની એમ્બ્યુલન્સ માં લઈ વધુ સારવાર અર્થે નજીકના સરકારી દવાખાને લઈ ગયા હતા.

ઈ એમ ટી હીરાજી ઠાકોર ની માતા પુત્રી ના જીવન ને પ્રાથમિકતા આપતી સુજબુજ થી ગત રાત્રે એક આદિવાસી મહિલા ની પ્રથમ સુવાવડ માં જન્મેલી બાળકી અને માતા માટે જીવતદાન રૂપ સાબિત થઈ હતી

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

જંગ એ ગુજરાત અખબાર
૧૫ મી ઓગસ્ટ ના રોજ ૧૫ માં વર્ષ માં આપ સૌ ના આશીર્વાદ થી પ્રવેશે છે.🎂

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

*આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજે જ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY