ત્રિપલ તલાક બિલ રાજ્યસભામાં રજૂ ના થઇ શક્યું, હવે આગામી સત્રમાં રજૂઆત

0
54

ન્યુ દિલ્હી,તા.૧૦
સંસદનાં મોન્સિન સત્રનાં અંતિમ દિવસ કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટીમાં આરપારની લડાઇ ચાલી રહી છે. સરકાર તરફથી સંશોધિત ત્રિપલ તલાક બિલને રજૂ કરીને ભારે ફરમાઇશ કરવામાં આવી રહી હતી તો બીજી બાજુ કોંગ્રેસની આગેવાનીમાં સમૂચા વિપક્ષ આનો વિરોધ કરી રહેલ છે. વિપક્ષનાં હોબાળા આગળ સરકારને પણ ઝુકવું પડ્યું. હવે રાજ્યસભા બિલ સંસદનાં આગામી સત્રમાં જ રજૂ કરવામાં આવશે.
શુક્રવારનાં રોજ જ્યારે સંસદની કાર્યવાહી શરૂ થતા કોંગ્રેસે રાફેલનો મુદ્દો ઉઠાવ્યો અને જબરદસ્ત હોબાળો કર્યો. ત્યાર બાદ અનેક વિપક્ષી દળોએ ત્રિપલ તલાક બિલ રજૂ કરવા જવા પર બાબતે વિરોધ કરવામાં આવેલ છે. હોબાળાને લઇને રાજ્યસભાને બપોરનાં ૨ઃ૩૦ કલાક માટે સ્થગિત કરી દીધી હતી. ત્યાર બાદ આ કાર્યવાહી શરૂ કરવામાં આવી.
સરકારે કરેલા ફેરફાર પ્રમાણે હવે ટ્રાયલ પહેલા પીડિતાનો પક્ષ સાંભળ્યા બાદ મેજિસ્ટ્રેટ આરોપીને જામીન આપી શકશે. આ સિવાય માત્ર ભોગ બનનાર મહિલા કે તેના સબંધી જ તલાક આપનાર સામે ફરિયાદ કરી શકશે. થર્ડ પાર્ટીને તેની મંજૂર નહી હોય.
જાકે એ પછી પણ મુસ્લિમ પર્સનલ લો બોર્ડનુ કહેવુ છે કે આ આજે પણ અમારો વાંધો યથાવત છે. ફેરફારોના નામ પર સરકારે ઝાઝુ કશું કર્યુ નથી. મુસ્લિમ ઉલેમાઓ સાથે વિચાર વિમર્શ કરવામાં આવ્યો નથી. આ વિધેયકને મંજૂરી આપી શકાય નહી.
પહેલા વિધેયકને સેલેક્ટ કમિટિ સમક્ષ મોકલવામાં આવે. જેથી જે મુદ્દાઓ પર આપત્તિ છે તેના પર ચર્ચા થઈ શકે. આ વિધેયક મહિલાઓને બરબાદ કરશે. સરકારની દાનત મુસ્લિમ મહિલાઓનુ ભલુ કરવાની નહી પણ તેમને બરબાદ કરવાની જ છે.
જ્યારે જમાતે ઈસ્લામી હિંદનુ પણ કહેવુ છે કે આ મામલામાં અમારો અભિપ્રાય મુસ્લિમ પર્સનલ લો બોર્ડ જેવો જ છે. સરકારે જે પણ ફેરફાર કર્યા છે તે યોગ્ય નથી.
ગુરૂવારનાં રોજ જ મોદી કેબિનટે આ બિલમાં સંશોધન કર્યું હતું. જ્યાર બાદ હવે આ બિલ પાસ થવાની આશા દર્શાવવામાં આવી રહી હતી. પરંતુ વિપક્ષનાં વિરોધનાં કારણ બિલ રજૂ નથી થઇ શક્્યું. તમને જણાવી દઇએ કે આ પહેલા કોંગ્રેસે પણ આ બિલમાં અનેક પ્રકારની ઉણપ દર્શાવી હતી. ત્યાર બાદ બિલને સંશોધિત કરવામાં આવેલ છે.

(જી.એન.એસ.)

જંગ એ ગુજરાત અખબાર
૧૫ મી ઓગસ્ટ ના રોજ ૧૫ માં વર્ષ માં આપ સૌ ના આશીર્વાદ થી પ્રવેશે છે.🎂

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY