મુંબઈ,તા.૨૪
બોલિવૂડના ખમતીધર ફિલ્મ સર્જક સુભાષ ઘાઇ સામે જાતીય દુરાચારનો કેસ કરનારી ટીવી સ્ટારે પોલીસને આપેલી ફરિયાદ પાછી ખેંચી લીધી હોવાની માહિતી મળી હતી.
આ ટીવી સ્ટારે અગાઉ મી ટુ આંદોલનમાં ઝંપલાવતાં મિડિયાને કહ્યું હતું હતું કે ઘાઇએ એની આૅફિસમાં મારી સાથે સેક્સ્યુઅલ ગેરવર્તન કર્યું હતું. જા કે ઘાઇએ આ આક્ષેપને રદિયો આપ્યો હતો.
આ અભિનેત્રીએ મિડિયાને કહ્યું હતું કે જ્યારથી મેં પોલીસ ફરિયાદ કરી છે ત્યારથી મારી માતાની ચિંતા વધી ગઇ હતી. આમ પણ મારી માતા વયસ્ક છે અને બીમાર રહે છે. એ સતત ચિંતા કરતી રહી હતી કે તેં પોલીસ ફરિયાદ કરીને સારું નથી કર્યું. આખરે મારી માતાની વાત માનીને મેં મુંબઇ પોલીસને જાણ કરી હતી કે સુભાષ ઘાઇ સામેની ફરિયાદ હું પાછી ખેંચી રહી છું. મારે મારા પરિવારની અને ખાસ તો મારી બીમાર માતાની ચિંતા કરવાની છે.
મી ટુ આંદોલન માટે હું સમય ફાળવી શકું એમ નથી અને આ ઘટનાની પાછળ જવાનો સમય વેડફી નાખવાનું મને પાલવે એમ નથી.’લોકો આ આંદોલનની મજાક ઊડાવી રહ્યા છે. ન તો કોઇની ધરપકડ થઇ છે ન કોઇની સામે નક્કર પગલાં લેવાયાં છે’ એમ આ અભિનેત્રીએ કહ્યું હતું. એણે પોતાની ઓળખ જાહેર નહીં કરવાની વિનંતી કરી હતી.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"






