મુંબઈ,તા.૨૪
અભિનેત્રી મિથિલા પારકરે કહ્યું હતું કે કારવાં ફિલ્મ કરતી વખતે મારા માટે તો અભિનેતા ઇરફાન ખાન હરતી ફરતી એક્ટિંગ સ્કૂલ સમાન હતો.
‘કારવાં ફિલ્મ કરતી વખતે હું નીવડેલા અભિનેતા ઇરફાન ખાનને જાઇ જાઇને મારી ભૂલો સુધારતી હતી. એના અને દલકેર સલમાનના અભિનયનું નિરીક્ષણ કરીને અમને ઘણું શીખવા મળ્યું હતું. શરૃમાં મને ખ્યાલ નહોતો આવ્યો કે ઇરફાન ખાન સાથે મારે કામ કરવાનું છે અને ઇરફાન ખાન કેવોક કલાકાર છે… કામ કરતાં કરતાં મને સમજાતું ગયું કે આ માણસ તો હરતી ફરતી એક્ટિંગ સ્કૂલ છે.. પછી તો હું એના કામનું ઝીણવટપૂર્વક નિરીક્ષણ કરતી હતી અને શીખતી રહી હતી’ એમ મિથિલાએ એક નિવેદનમાં કહ્યું હતું. એક ઇન્ટરવ્યૂમાં એણે કહ્યું હતું કે હાલની અભિનેત્રી આલિયા ભટ્ટ મારી માનીતી અભિનેત્રી છે. એ જે સરળતાથી પોતાના પાત્રમાં સરકી જાય છે અને પાત્રને જે સ્વાભાવિકતાથી રજૂ કરે છે એ મને ખૂબ આકર્ષે છે. એનું જાઇને મને સતત પ્રેરણા મળતી રહી છે.
આકાશ ખુરાના નિર્દેશિત કારવાં રજૂ થઇ ત્યારે ઇરફાન ખાન હાજર નહોતો. આ વર્ષના ફેબુ્રઆરી એન્ડમાં એની તબિયત બગડી હતી અને તપાસ કરતાં નિદાનમાં એવી જાણ થઇ હતી કે એના દિમાગમાં કેન્સરની ગાંઠ છે. એ તરત સારવાર માટે વિદેશ જવા રવાના થયો હતો.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"






