થલતેજના મેટ્રો રેલના અસરગ્રસ્તો કપાત અંગે ફરી રજૂઆત કરશે

0
8

અમદાવાદ,તા.૨૯
થલતેજ ગામતળમાંથી પસાર થનાર મેટ્રો રેલના કારણે રસ્તાની પહોળાઇનો વિવાદ લાંબા સમયથી ચાલી રહ્યો છે. જાકે થલતેજ ઘર-દુકાન બચાવો સમિતિ દ્વારા થલતેજ ચાર રસ્તાથી ગામ તરફ જતા જમણી બાજુએ એટલે કે તળાવ અને પંચાયત ઓફિસ છે તે બાજુ વધારે કપાત કરવાની માગણી ફરીથી કરાઇ છે.
તાજેતરમાં થલતેજ ગામના અસરગ્રસ્તોની બેઠક બોલાવાઇ હતી, જેમાં થલતેજ ગામતળમાંથી પસાર થનાર મેટ્રો રેલ માટેની તંત્રની અપાયેલી નોટિસના સંદર્ભે ચર્ચા કરાઇ હતી, જેમાં થલતેજ ટીપી ૩૭ના ફાઇનલ પ્લોટ નંબર ૧૬પ અને ફાઇનલ પ્લોટ નંબર ૧૯૮માં અસરગ્રસ્તોને તેમના ક્ષેત્રફળ મુજબ મકાન અને દુકાન બનાવીને આપવાની મેગા કંપનીનો ઓફર સામે વિરોધના સૂર ઊઠ્યા છે.
અસરગ્રસ્તો બહુમાળી બિલ્ડિંગ માં ગ્રાઉન્ડ ફલોર પર જ દુકાન લેવા માગે છે. આ ઉપરાંત આ બન્ને ફાઇનલ પ્લોટમાં હાલનો દુકાન અને રહેઠાણ મુજબ પ્લોટ મળ્યા બાદ તેના પર જાતે બાંધકામ કરવાની તૈયારી અસરગ્રસ્તોએ દાખવી છે, જાકે આ બાંધકામ કિંમત મેગા કંપનીએ ચૂકવવાની રહેશે તેવી પણ અસરગ્રસ્તોની માગણી છે.
મેગા કંપની દ્વારા અસરગ્રસ્તોને અગાઉ બાંયધરી અપાઇ હતી, જેમાં અસરગ્રસ્તોને તેમની દુકાન અને મકાન મુજબના ક્ષેત્રફળના પ્લોટ ન મળે ત્યાં સુધી ડિમોલેશન કરાશે નહીં તેવો બાંયધરીપત્ર મેગા કંપની દ્વારા અપાયો નથી જેના કારણે અસરગ્રસ્તોમાં રોષ ફાટી નીકળ્યો છે તેમ સમિતિના પ્રમુખ મુકેશ પંચાલ, ઉપપ્રમુખ રમેશ ઠાકોર વગેરે જણાવે છે. દરમ્યાન આજે આ મામલે જિલ્લા કલેકટરને આવેદનપત્ર પણ સોંપાશે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY