ન્યુ દિલ્હી,તા.૧૨
કોર્ટની ત્રિસ્તરીય વ્યવસ્થામાં પડતર કરોડો કેસોના ઝડપથી નિવારણ માટે દેશના ચીફ જસ્ટિસ રંજન ગોગોઇએ વકીગ ડે દરમિયાન ‘નો લીવ’ ફોર્મૂલા જાહેર કરી છે. અહેવાલ પ્રમાણે જસ્ટિસ રંજન ગોગોઇએ ૩ ઓક્ટોબરે દેશના ચીફ જસ્ટિસ પદ માટે શપથ લીધા પછી તરત જ હાઇકોર્ટ, સુપ્રીમ કોર્ટ અને ટ્રાયલ કોર્ટમાં પડતર પડેલા કોરોડ કેસોના ઝડપથી નિવારણ માટે નક્કર પગલું ભરવાનો સંકેત આપ્યો હતો.
રિપોર્ટ પ્રમાણે શપથ લીધાના એક સપ્તાહની અંદર તેમણે આ અંગે દરેક હાઇકોર્ટના કોલિજિયમ મેમ્બર્સની સાથે ચર્ચા કરી હતી. આ સાથે જ તેમણે હાઇકોર્ટના ચીફ જસ્ટિસને એ સલાહ આપી હતી કે જે જજ કોર્ટની કાર્યવાહી દરમિયાન નિમિત નથી તેમને ન્યાયિક કાર્યથી હટાવવામાં આવશે. ગોગોઇએ હાઇકોર્ટના ચીફ જસ્ટિસ એ જજા અંગે જાણકારી માંગી હતી જે કોર્ટની કાર્યવાહી દરમિયાન અનુશાસનની અવગણના કરે છે. તેમણે કહ્યું કે, સુપ્રીમ કોર્ટ આવા જજા સાથે વ્યકિતગત રીતે વાત કરશે.
સીજેઆઈએ હાઇકોર્ટના લોવર કોર્ટના કોઇપણ જજ અથવા ન્યાયિક અધિકારીને ઇમર્જન્સી સ્થિતિ સિવાય વર્કિંગ ડેમાં રજા ન મંજૂર કરવાની સલાહ આપી છે. આ ઉપરાંત તેમણે જજાના વકિગ ડેમાં સેમિનાર અથવા આધિકારિક કાર્યક્રમથી દૂર રહેવાની સલાહ પણ આપી છે. આ કારણે કોર્ટનો સમય બર્બાદ થાય છે અને જસ્ટિસ ગોગોઇ કોર્ટ અને કેસ પ્રત્યે સમર્પણ માટે જાણિતા છે.
સીજેઆઇએ વીડિયો કોન્ફ્રેસિંગ અને પત્ર દ્વારા કોર્ટના વકીગ ડે દરમિયાન જજાના એલટીસી લેવા ઉપર રોક લગાવી દીધી છે. આ કારણથી હવે જજાને જા છુટ્ટી લેવી હશે તો તેમને પહેલા જ પ્લાન કરવું પડશે. સીજેઆઇ ગોગોઇએ વરિષ્ઠ જજાથી ન્યાયપાલિકામાં વધારે ખાલી પડેલી જગ્યાઓ ભરવા માટે કહ્યું છે. તેમણે કહ્યું કે, નિચલી અદાલતોમાં કેસોને ઝડપથી નિરાકરણ લાવે અને સતત મોનિટરિંગ કરવાની જરૂર છે. દેશની નિચલી અદાલતોમાં આશરે ૨.૬ કરોડ કેસ પેન્ડિંગ છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




