આમોદ:
ભરૂચના આમોદ તાલુકાની સૂડી ગ્રામ પંચાયતની એકમાત્ર ગ્રામ પંચાયતની ચુંટણી ૪ ફેબ્રુઆરીને રવિવારે સરપંચ અને વોર્ડ નં ૬ ના સભ્યો માટે ચુંટણી યોજાઈ હતી. જેમાં વોર્ડ નં. ૧ અને વોર્ડ નં. ૪ ના સભ્યો અગાઉ બિનહરીફ ઉમેદવાર જાહેર થયા હતા. જોકે મતગણતરી ચુટણી અધિકારી અને કેળવણી નિરીક્ષક પ્રભાત એન. રાઠવાના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી. જેમાં મતપેટીઓમાં ઈ વી એમ મશીન અદલ-બદલ થતાં વહીવટી તંત્રની ગંભીર બેદરકારી સામે આવી હતી. જેમાં સૂડી ગ્રામ પંચાયત માટે વોર્ડ નં. ૨ માં વોર્ડ નં. ૫ નું ઈ વી એમ મુકાયું હતું. સાથે જ વોર્ડ નં. ૩ માં વોર્ડ નં. ૨ નું ઈ વી એમ મુકાયું હતું. વોર્ડ નં ૫ માં વોર્ડ નં. ૩ નું ઈ વી એમ મુકાયું હતું. જેથી વોર્ડ નં. ૨ માં અરવિંદ રાઠોડ તથા વોર્ડ નં. ૩ માં મંગળ પાટણવાડીયાને ચુટણી અધિકારી દ્વારા મૌખિત વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા. તંત્ર દ્વારા ભૂલના કારણે ટૂંક સમય માટે વિજેતા બનેલ ઉમેદવાર પોતે વિજેતા બન્યા છે એમ જાહેર પણ કરી દીધું હતું. પરંતુ ઈ વી એમ બદલાયા છે એમ ખબર પડતા જ ફરીથી મતગણતરી થઇ હતી જેથી સૂડી ગામના વોર્ડ નં. ૨ માં જયંતિ ભીખા રાઠોડ, વોર્ડ નં ૩ માં દિલીપ ચીમન ઠાકોર, વોર્ડ નં. ૫ માં ઝુલેખા યાકુબ પટેલ, વોર્ડ નં. ૬ માં ભાવનાબેન રાજેન્દ્રસિંહ યાદવ, વોર્ડ નં. ૭ માં ભાવિકાબેન યોગેન્દ્રસિંહ બારડ, વોર્ડ નં. ૮ માં શૈલેષ ઈશ્વર પટેલ તેમજ સરપંચના ઉમેદવાર અરુણાબેન અજય રાઠોડ ને ૩૪૩ મત મળ્યા હતા. જયારે તેમના હરીફ મંજુબેન રાઠોડને ૩૩૮ મત મળ્યા હતા. જોકે અરુણાબેન ૫ વોટથી વિજેતા જાહેર થયા હતા. આ સમગ્ર ઘટના દરમિયાન આમોદ મામલતદાર પણ મતગણતરી કેન્દ્ર પર દોડી આવ્યા હતા.
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923
"વંદે માતરમ ,ભારત માતાકી જય"