વિદ્યાર્થીનીએ સ્યુસાઇડ નોટમાં લખ્યુ કે, હું આશા રાખુ છું કે મારી આત્મહત્યા પછી મરાઠાઓને અનામત મળે
અહેમદનગર,તા.૧૧
એક સત્તર વર્ષની વિદ્યાર્થીનીએ મરાઠા અનામત મામલે મહારાષ્ટ્રનાં અહેમદનગર જિલ્લામાં આત્મહત્યા કરી છે. આ વિદ્યાર્થીનીએ મરાઠાઓ માટે અનામમતની માંગણી કરી હતી. જિલ્લા પોલીસ વડા રંજન કુમાર શર્માએ જણાવ્યુ કે, કિશોરી બાબાન કાકડે નામની વિદ્યાર્થીની અગિયારમાં ધોરણમાં ભણતી હતી. આ વિદ્યાર્થીનીએ હોસ્ટેલનાં રૂમની છતનાં પંખા સાથે લટકીને આત્મહત્યા કરી હતી.
કિશોરીએ આત્મહત્યા કરતા પહેલા એક સ્યુસાઇડ નોટ પણ લખી હતી. તેણીએ લખ્યુ હતું કે, મરાઠાઓને અનામત મળે એટલા માટે આત્મહત્યા કરી રહી છે. તેણીએ એ પણ લખ્યુ કે, તેને દશમા (૧૦)માં ધોરણમાં ૮૯ ટકા આવ્યા હતા પણ તેને અગિયારમાં ધોરણમાં સાયન્સમાં તેને પ્રવેશ મળ્યો નહોતો.
કિશોરીના પિતા ખેડૂત છે અને તેના ભણતર માટે તેમમણે ૮૦૦૦ રૂપિયા ફી ભરી હતી. તેનો પરિવાર ગરીબ હતો. વિદ્યાર્થીનીની આ ફી તેમના માટે બોજ સમાન હતી. વિદ્યાર્થીનીએ એવું પણ નોંધ્યુ હતુ કે, અનામત વર્ગમાં આવતી વિદ્યાર્થીનીઓને સરકારની ગ્રાન્ટ મળતી શાળાઓમાં ૭૬ ટકાએ પણ પ્રવેશ મળ્યો હતો પણ તે અનામત વર્ગમાં ન આવતી હોવાથી તેને પ્રવેશ ન મળ્યો.
પોલીસે વિદ્યાર્થીની સ્યુસાઇડ નોટને ટાંકીને જણાવ્યુ કે, વિદ્યાર્થીનીએ એવો પણ આક્ષેપ કર્યો હતો કે, તે પોતે મરાઠા હોવાથી તેની સાથે ભેદભાવ રાખવામાં આવતો. મરાઠાને શિક્ષણમાં અનામત મળતી નથી.
તેણીએ એવી આશા રાખી હતી કે, તેની આત્મહત્યાથી મરાઠાઓ માટે અનામતનાં આંદોલનને વેગ મળશે. અનામત માટે વિદ્યાર્થીનીએ કરેલી આત્મહત્યા પછી વિવિધ મરાઠા સંગઠનોએ મહારાષ્ટ્ર સરકારની ટીકા કરી હતી.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




