ભારત રાજકીય કારણોથી અજાણ્યા લોકો માટે ‘ધર્મશાળા’ બની ગયું છે
ગૌહાટી,તા.૧૧
આસામમાં લાગુ કરવામાં આવેલા નેશનલ રજિસ્ટર ઓફ સિટીઝન (એનઆરસી) ના મુદ્દા પર રાજકીય પક્ષોમાં હોબાળો થઇ રહ્યો છે. હવે ભારતીય જનતા પાર્ટીના મહાસચિવ રામ માધવે આ મુદ્દે એક મોટું નિવેદન આપ્યું છે. રામ માધવે જણાવ્યું કે, આસામમાં નેશનલ રજિસ્ટર ઓફ સિટીઝનની છેલ્લી યાદીમાં જે લોકોનો સમાવેશ નથી તે લોકોના મતાધિકારને છિનવી લેવો જોઇએ અને તેમને તેમના દેશમાં પરત મોકલી દેવા જાઇએ.
માધવે જણાવ્યું કે વર્ષ ૧૯૮૫માં ‘આસામ સમજૂતી’ હેઠળ એનઆરસીને અપડેટ કરવામાં આવી છે, જેમાં સરકાર દ્વારા રાજ્યના તમામ ગેરકાયદે મુસાફરોને શોધી કાઢવામાં આવ્યા અને તેમને દેશમાંથી બહાર કાઢવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી. તેમણે જણાવ્યું હતું કે, ” એનઆરસીથી તમામ ગેરકાયદે મુસાફરોની ઓળખ સુનિશ્ચિત કરી શકાશે. આગળનું પગલું ‘મિટાવાનું’ હશે, એટલે કે ગેરકાયદે મુસાફરોના નામ મતદાર યાદીમાંથી હટાવી દેવામાં આવશે અને તેમને તમામ સરકારી લાભોથી નાબૂદ કરવામાં આવશે. તેના પછીના તબક્કામાં ગેરકાયદે મુસાફરોને દેશમાંથી બહાર કાઢવામાં આવશે.
ગેરકાયદે મુસાફરોને દેશમાંથી બહાર કાઢવા પર ભારતને આંતરરાષ્ટ્રીય આલોચનાનો સામનો કરવાની સ્થિતિ પર વાત કરનાર પર નિશાન સાધતા માધવે જણાવ્યું કે બાંગલાદેશ પણ મ્યાનમાર સાથે સક્રિય વાતચીત કરી રહ્યું છે જેથી લાખો રોહિન્ગયા લોકોને બહાર કાઢી શકાય. મ્યાનમારમાં અત્યાચારના શિકાર બન્યા બાદ લાખો રોહિન્ગયા મુસલમાનોએ બાંગ્લાદેશમાં આશ્રય લીધો છે.
માધવે જણાવ્યું કે દુનિયામાં કોઈ પણ દેશમાં ગેરકાયદે મુસાફરોને બરતરફ કરવામાં આવશે નહીં, પરંતુ ભારત રાજકીય કારણોથી અજાણ્યા લોકો માટે ‘ધર્મશાળા’ બની ગયું છે. રામ માધવે રાહુલ ગાંધી પર નિશાન સાધતા જણાવ્યું કે NCRનો પ્રથમ પ્રયાસ ૧૯૫૦-૫૧ માં કરવામાં આવ્યો હતો, જ્યારે આ કલમ બની હતી. ત્યારે તો ભાજપનો જન્મ પણ નહતો થયો અને ત્યારે જવાહર લાલ નેહરુ વડાપ્રધાન હતા. તેથી હું જણાવું છું કે તેમના ધ ગ્રેટ ગ્રાન્ડસને તેમની પાર્ટીનો ઇતિહાસ વાંચવો જોઈએ.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




