વિવિધ પડતર પ્રશ્ને નર્મદા સમગ્ર શિક્ષા અભિયાનના ક્મચારીઓ દ્વારા આજે ફરી ઉચ્ચ કક્ષાએ રજુઆત 

0
28

ગત માર્ચ મહિનાંમાં નર્મદા કલેક્ટર,નાંદોદ ધારાસભ્યને આવેદન પત્ર આપ્યા બાદ હાલ રાજ્ય સભા સાંસદ નારણભાઇ રાઠવાને રજુઆત 

રાજપીપળા : નર્મદા જિાના સમગ્ર શિક્ષા અભિયાનના કર્મચારીઓએ માર્ચ મહિનામાં નર્મદા જિલ્લા કલેક્ટર અને નાંદોદ ધારાસભ્ય પી ડી વસાવાને આવેદનપત્ર આપી તેમના વિવિધ પ્રશ્નોની રજૂઆત કરી હતી છતાં તેમના પ્રશ્નો નો ઉકેલ ન આવતા આજે આ મુદ્દે રાજ્ય સભાના સંસદ અને માજી રેલ મંત્રી નારણભાઇ રાઠવાને આવેદન આપ્યું હતું .

સમગ્ર શિક્ષા અભિયાન કર્મચારી મંડળ – નર્મદાના પ્રમુખ હેમંત બારોટ અને મંત્રી હિતેન્દ્ર રાઠોડ એ આવેદન આપતા જણાવ્યું કે આ યોજના સરકારી હોવાના કારણે આ યોજનામાં ચાવીરૂપ કામગીરીનું સંચાલન કરાર દ્વારા નિમણૂક પામેલા કર્મચારીઓને વર્ષ 2001થી સમાન કામ સમાન વેતન, જોબ સિક્યુરિટી કે સરકાર તરફથી મળવાપાત્ર તમામ લાભો મળતા નથી ઉપરાંત અન્ય કર્મચારીઓના પગાર કરતા ગુજરાત રાજયમાં આ શાખાના કર્મચારીઓનો પગાર ખૂબ જ ઓછો છે ઉપરાંત કેટલાક રાજ્યોમાં આ કર્મચારીઓને કાયમી નિમણૂક આપવામાં આવી છે. જે હજુ ગુજરાતમાં અપાઈ નથી માટે આ રજુઆત ઉપર સુધી પોહચાડી યોગ્ય ન્યાય અપાવવા આવેદન આપ્યું ત્યારે નારણભાઇ રાઠવા- સંસદ રાજ્યસભા, હરેશભાઇ વસાવા- ગુજરાત પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી અને છોટાઉદેપુર લોકસભાભ ઉમેવાર રણજીતસિંહ રાઠવાની ઉપસ્તિથીમાં આ રજુઆત કરી હતી .

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY