
મુંબઈ,તા.૩૧
ટોચના અભિનેતા રિતિક રોશનને બિહારના મોખરાના ગણિતજ્ઞ આનંદ કુમારની ભૂમિકામાં ચમકાવતી ફિલ્મ સુપર ૩૦ના સર્જકોએ કહ્યું હતું કે અમે આનંદ કુમાર સામે થયેલા કહેવાતા આક્ષેપોથી ડગ્યા નથી. અમે આનંદ કુમારની બાયો-ફિલ્મ જ બનાવી રહ્યા છીએ.
થોડા સમય અગાઉ બિહારના કેટલાક દૈનિકોમાં એવા રિપોર્ટ પ્રગટ થયા હતા કે આનંદ કુમાર જે દાવા કરે છે એ ખોટા છે. એમણે ભણાવેલા બધા (કુલ ત્રીસેત્રીસ) વિદ્યાર્થીઓને પ્રતિસ્ઠિત આઇઆઇટીમાં પ્રવેશ મળ્યો નથી. આનંદ કુમાર પોતાની કહેવાતી સિદ્ધિ વિશે અતિશયોક્તિ કરીને ગપ્પાં મારી રહ્યા છે.
ત્યારબાદ એવા રિપોર્ટ પ્રગટ થયા હતા કે સુપર ૩૦ બનાવનારા ફિલ્મ સર્જકોએ ફિલ્મને આનંદ કુમારની બાયો-ફિલ્મ ન ગણાવતાં એક કાલ્પનિક સ્ટોરી ગણાવવાનો નિર્ણય કર્યો હતો. આ ફિલ્મ સાથે સંકળાયેલા એક સૂત્રે કહ્યું કે આ રિપોર્ટ પણ આનંદ કુમાર વિશે પ્રગટ થયેલા રિપોર્ટની જેમ ખોટ્ટા છે. અમે નિર્ણય બદલ્યો નથી અને કાલ્પનિક સ્ટોરી તરીકે વાતને રજૂ કરવાના નથી. અમે આનંદ કુમારની બાયો-ફિલ્મ જ બનાવી રહ્યા છીએ અને એ વાતને વળગી રહેવાના છીએ.
(જી.એન.એસ)
(જી.એન.એસ.)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



