
મુંબઈ,તા.૩૧
અક્ષય કુમારની સ્પોટ્ર્સ ડ્રામા ફિલ્મ ગોલ્ડ ભારતીય બજારમાં શાનદાર બિઝનેસ કરી રહી છે. ફિલ્મ ૧૦૦ કરોડનો આંકડો પાર કરી ચુકી છે. હજુ પણ ફિલ્મ આૅફિસ પર ફિલ્મ ધમાકેદાર કમાણી કરી રહી છે. અક્ષયની ફિલ્મને ક્રિટિક્સે પણ ખૂબ જ પસંદ કરી છે. હવે ગોલ્ડના નામે વધુ એક સિદ્ઘિ જોડાઇ છે. અક્ષયની ફિલ્મ સાઉદી અરબમાં રિલિઝ થનાર પ્રથમ બોલીવુડ ફિલ્મ બની ગઇ છે.
ગોલ્ડને સાઉદી અરબમાં ૩૦ ઓગસ્ટના રોજ રિલિઝ કરવામાં આવી. તેની જાણકારી ખુદ ખેલાડી અક્ષય કુમારે આપી છે. તેમણે ટ્વીટ કર્યુ કે ગોલ્ડ કિંગડમ આૅફ સાઉદી અરબમાં રિલિઝ થનાર પ્રથમ બોલીવુડ ફિલ્મ છે. તેમણે ટ્વીટ કર્યુ કે, ભારતના પહેલા ગોલ્ડ મેડલ જીતવાની સ્ટોરીને પહેલીવાર સાઉદી અરબમાં દર્શાવવામાં આવશે. મને શેર કરતાં ખુશી થાય છે કે ગોલ્ડ કિંગડમ આૅફ સાઉદી અરબમાં રિલિઝ થનારી પહેલી બોલીવુડ ફિલ્મ છે. જે સિનેમાઘરોમાં આજે રિલિઝ કરવામાં આવશે.
ગોલ્ડ પહેલા સાઉદી અરબમાં રજનીકાંત સ્ટારર ફિલ્મ કાલા રિલિઝ થઇ હતી. કાલા સાઉદી અરબમાં સિરિઝ થનાર પહેલી ભારતીય ફિલ્મ છે. કાલાને ભારતમાં તમિલ, તેલુગુ અને હિન્દીમાં રિલિઝ કરવામાં આવી હતી.
ભારતીય બજારમાં ગોલ્ડે પહેલા અઠવાડિયે ૮૯.૩૦ કરોડની કમાણી કરી. ફિલ્મને લાંબા વીકેન્ડનો લાભ મળ્યો. બીજા વીકેન્ડમાં ગોલ્ડે ૯.૭૦ કરોડનો બિઝનેસ કર્યો.
(જી.એન.એસ)
(જી.એન.એસ.)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




