સુપ્રીમમાં કલમ ૩૫A ની સુનાવણી આગામી જાન્યુઆરી ૨૦૧૯ સુધી ટળી

0
149

ન્યુ દિલ્હી,તા.૩૧
જમ્મુ અને કશ્મીર સાથે જાડાયેલા આર્ટિકલ ૩૫-A પર આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી યોજાવાની હતી. જાકે આજે આ સુનાવણી સ્થગિત કરવામાં આવી છે. હવે પછી આર્ટિકલ ૩૫-A ની સુનાવણી આગામી વર્ષે જાન્યુઆરી મહિનામાં હાથ ધરવામાં આવશે.આપને જણાવી દઈએ કે, આ સમયે જમ્મુ-કશ્મીર સરકારે (હાલમાં રાજ્યપાલનું શાસન) સુપ્રીમ કોર્ટમાં ફરી એકવાર સોગંદનામું આપ્યું હતું. જેમાં જણાવવામાં આવ્યું હતું કે, રાજ્યની હાલની સ્થિતિ એવી નથી કે, આ કાયદા સાથે છેડછાડ કરી શકાય.
બીજી તરફ કશ્મીરમાં આજની સુનાવણી પહેલાં અલગતાવાદીઓએ બંધનું એલાન આપ્યું હોવાથી કશ્મીર ઘાટીમાં સ્થિતિ તણાવપૂર્ણ છે. જમ્મુના જુદાજુદા જિલ્લાઓના લોકો આર્ટિકલ ૩૫-છને લઈને પ્રદર્શન કરી રહ્યાં છે. જેમાં ખાસ કરીને પૂંછ, રાજારી, કિશ્તવાડ અને ડોડા જિલ્લાઓમાં લોકો આ મુદ્દે દેખાવો કરી રહ્યાં છે. રાજકીય પક્ષોની વાત કરીએ તો, આર્ટિકલ ૩૫-A ને લઈને નેશનલ કોન્ફરન્સ, પીડીપી અને કોંગ્રેસે આર્ટિકલ ૩૫-છને નહીં હટાવવા માગણી કરી છે. જેને લઈને ઉપરાંક્ત પક્ષોએ સુપ્રીમ કોર્ટમાં તેમના વકીલોને પણ કામે લગાવ્યા છે.
આ ઉપરાંત પેન્થર પાર્ટી જમ્મુ-કશ્મીરમાંથી આર્ટિકલ ૩૫-A ને હટાવવા સતત માગણી કરી રહી છે. અન્ય ઘણી સામાજિક સંસ્થાઓ પણ વિવિધ મંચના માધ્યમથી માગણી કરી રહ્યાં છે કે, જમ્મુ-કશ્મીરમાંથી આર્ટિકલ ૩૫-છ દૂર કરવામાં આવે. બીજી તરફ ભારતીય જનતા પાર્ટીએ જણાવ્યું કે, આ બાબત હાલમાં અદાલતમાં છે અને લોકોએ તેમના નિર્ણય માટે રાહ જાવી જાઈએ અને અદાલતના નિર્ણયનું સમ્માન કરવું જાઈએ.

(જી.એન.એસ.)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923 
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY