યુએસ ઓપન : એન્ડી મરેની બીજા દોરમાં કારમી હાર થઇ

0
15

ન્યુયોર્ક,તા. ૩૧
ન્યુયોર્કમાં રમાઈ રહેલી યુએસ ઓપન ટેનિસ ચેÂમ્પયનશીપમાં ટોપના ખેલાડીઓએ આગેકૂચ જારી રાખી છે. પ્રથમ ક્રમાંકિત રાફેલ નડાલે તેના હરીફ ખેલાડી પોસ્પી સેલ ઉપર ૬-૩, ૬-૪, ૬-૨થી જીત મેળવી હતી જ્યારે ડેલપોટ્રોએ કુડલા ઉપર સીધા સેટોમાં ૬-૩, ૬-૧, ૭-૬થી જીત મેળવી હતી. હાલમાં જ વિમ્બલ્ડન ટેનિસ ચેÂમ્પયનશીપમાં કિલર બનેલા કેવિન એન્ડરસને ફ્રાંસના ચાર્ડી ઉપર ૬-૨, ૬-૪, ૬-૪થી જીત મેળવી હતી. એન્ડી મરે ફરી એકવાર હારી ગયો છે. ૧૪ મહિનામાં પ્રથમ વખત ગ્રાન્ડસ્લેમમાં ઉતરેલા એન્ડી મરેની ફર્નાન્ડો સામે બીજા રાઉન્ડમાં કારમી હાર થતાં નિરાશાનું મોજુ ફરી વળ્યું હતું. મહિલાઓના વર્ગમાં ચેકગણરાજ્યની ખેલાડી મુચોવાએ મોટો અપસેટ સર્જીને બે વખતની ગ્રાન્ડસ્લેમ વિજેતા મુગુરુઝા ઉપર જીત મેળવી હતી. પ્રથમ સેટ ગુમાવી દીધા બાદ મુચોવાએ મુગુરુઝા ઉપર બે કલાક અને ૩૭ મિનિટની મેચમાં ૩-૬, ૬-૪, ૬-૪થી જીત મેળવી હતી. આ વખતની સ્પર્ધા ખુબ જ રોમાંચક દેખાઈ રહી છે. સિંગલ્સ ચેÂમ્પયન બનનાર ખેલાડીને ૩.૮ મિલિયન ડોલરની ઇનામી રકમ આપવામાં આવશે જ્યારે સિંગલ્સ ફાઈનાલિસ્ટને ૧૮૫૦૦૦૦ ડોલરની રકમ આપવામાં આવનાર છે. સેમિફાઇનલ અને ક્વાર્ટર ફાઈનલમાં વિજેતા બનનારને પણ જંગી રકમ ચુકવવામાં આવનાર છે. સ્પેનના રાફેલ નડાલ સામે આ વખતે મોટા પડકાર રહેલા છે. રાફેલ નડાલ સામે આ વખતે પુરુષોની સિંગલ્સ ફાઈનલ પહેલા નોવાક જાકોવિક અને રોજર ફેડરર પડકાર ફેંકી શકે છે. નડાલને પોતાના તાજને જાળવવા માટે જારદાર મહેનત કરવી પડશે. આવી જ રીતે મહિલા સિંગલ્સમાં પણ સ્ટેફાનેને તાજને જાળવવા મુશ્કેલી રહેશે. કારણ કે, સેરેના વિલિયમ્સ પણ મેદાનમાં ઉતરી રહી છે. ઇતિહાસ ઉપર નજર કરવામાં આવે તો યુએસ ઓપનમાં સૌથી વધુ વખત તાજ પાંચ વખત રોજર ફેડરર, જીમી કોનર્સ, પેટ સામ્રસે જીત્યા છે જ્યારે મહિલા વર્ગમાં સેરેના વિલિયમ્સે છ વખત તથા ક્રિસ એવર્ટે પણ છ વખત મહિલા સિંગલ્સનો તાજ જીત્યો છે. ગયા વર્ષની સરખામણીમાં ઇનામી રકમમાં પાંચ ટકાનો વધારો કરવામાં આવ્યો છે. રેકોર્ડ ૩.૮ મિલિયન ડોલરની રકમ ખર્ચ કરવામાં આવનાર છે. સિંગલ્સ વિજેતાને ગયા વર્ષની સરખામણીમાં ૨.૭ ટકા વધુ રકમ મળશે.



જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજે જ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861*

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY