સુપ્રિમ કોર્ટે JKને વિશેષ રાજ્યનો દરજ્જા આપતી કલમ-૩૭૦ને પડકારતી અરજી ફગાવી

0
7

ન્યુ દિલ્હી,તા.૨૬
સુપ્રીમ કોર્ટે જમ્મુ-કાશ્મીરને વિશેષ રાજ્યોનો દરજ્જો આપવા કલમ ૩૭૦ને પડકારતી અરજીને ફગાવી છે. સોમવારે જાણીતા વકીલ વિજય મિશ્રા અને સંદીપ લાંબાએ કલમ ૩૭૦ને પડકારતી અરજી કરી છે. અરજીમાં કલમ ૩૭૦ને સમાપ્ત કરવાની માગ કરવામાં આવી હતી. જાકે સુપ્રીમ કોર્ટમાં બન્ને વકીલની અરજીને સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધિશ રંજન ગોગોઈએ ફગાવી હતી. કોર્ટમાં સીજેઆઈ રંજન ગોગોઈએ કહ્યું હતુ કે, તમે કોર્ટની કાર્યવાહી શા માટે વધારવા માગો છો.
અગાઉ પણ આ પ્રકારે અરજીઓ થઈ છે. જમ્મુ -કાશ્મીરમાં બંધારણના અનુચ્છેદ-૩૭૦ને ખતમ કરવા માટે દાખલ કરવામાં આવેલી અરજીને સુપ્રીમે ફગાવી આકરો ઠપકો પણ આપ્યો છે. અનુચ્છેદ-૩૫-એ હેઠળ જમ્મુ-કાશ્મીર પોતાના રાજ્યના સ્થાયી નિવાસીઓ સંદર્ભે નિર્ણય લઈ શકે છે. લાંબા સમયથી ભાજપ અને આરએસએસ દ્વારા અનુચ્છેદ-૩૭૦ સમાપ્ત કરવાની માગણી થઈ રહી છે. આ અરજી પ્રમાણે અનુચ્છેદ-૩૭૦ બંધારણીય સભાના અસ્તિત્વ સુધી જ કાયદેસર હતી. ભાજપ અને આરઆરએસ આ બાબતે ઘણીવાર અસહમત બન્યું છે. હાલમાં જમ્મુ-કાશ્મિરમાં ગવર્નરનું શાસન છે. મે માસમાં ફરી ચૂંટણી યોજાઈ શકે છે. ભાજપ અને પીડીપીની સરકારમાં ભાજપે ટેકો પાછો ખેંચી લેતાં સરકાર બરખાસ્ત થઈ ગઈ છે.
બંધારણીય સભાને ૨૬ જાન્યુઆરી-૧૯૫૭ના રોજ ભંગ કરી દેવામાં આવી હતી. આ બંધારણીય અનુચ્છેદને ભારતના રાષ્ટ્રપતિ, સંસદ અથવા તો કેન્દ્ર સરકાર તરફથી મંજૂરી મળી ન હોવા બાબતે એકવાર પડકાર મળ્યો છએ. આ પહેલા પણ અનુચ્છેદ-૩૭૦ અને અનુચ્છેદ-૩૫-એને લઈને ત્રણ અરજીઓ દાખલ કરવામાં આવી છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923 
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY