૭ સ્થળો પર ઈડબલ્યુïએસ ટુ ટાઈપના ૩૯૫૧ આવાસો બનશે
સુરત, તા. ૩
સુરત મહાનગરપાલિકા દ્વારા પ્શ્રધાનમંત્રી આવાસ યોજના (ફેઝ-૨) અંતર્ગત શહેરના જુદા જુદા ૭ સ્થળો ઉપર ૩૯૫૧ આવાસો માટે આજથી ફોર્મ વિતરણ શરૂ કરવામાં આવ્યું છે. આઈસીઆઈસીઆઈ બેન્કની ૧૬ શાખાઅો ઉપર ફોર્મ લેવા માટે સવારથી લાભાર્થીઅોની લાંબી લાઈન જાવા મળી હતી.
સુરત મહાનગરપાલિકાના એર્ફોડેબલ હાઉસીંગ વિભાગ દ્વારા અગાઉ મુખ્યમંત્રી આવાસ યોજના અને પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત ઈડબલ્યુએસ, એલઆઈજી આવાસોને સારો પ્રતિસાદ મળ્યો હતો. આવાસોની ક્વોલિટી જાયા બાદ જરૂરતમંદો આવાસો મેળવવા માટે લાંબી વેટીંગ લિસ્ટ બની હતી. આજથી પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત સાત જુદા જુદા સ્થળે ૩૫૫૧ આવાસ માટે ફોર્મનું વિતરણ શરૂ થયું છે. આવાસ માટેના ફોર્મ આઈસીઆઈસીઆઈ બેન્કની ૧૯ જેટલી શાખાઅોમાંથી ૩-૨-૨૦૧૯થી ૨૫-૦૧-૨૦૧૯ સુધી મેળવી અને ફોર્મ ભરીને જા કરવાની રહેશે ઈડબલ્યુએસ ટુ ટાઈપ સ્કીમ માટે ૧૦૦ રૂપિયાની ફી ભરવાથી ફોર્મ મળે છે અને ફોર્મ જમા કરતી વખતે જરૂરી પુરાવા સાથે ડિપોઝીટ પેટે ૨૦ હજાર રૂપિયાનો સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના નામનો પે ઓર્ડર ડીમાન્ડ ડ્રાફટ રજૂ કરવાનો રહેશે.
અગાઉ પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત વેઈટીંગ લિસ્ટના લાભાર્થીઅો ૩ થી ૨૨ જાન્યુઆરી દરમિયાન ડિપોઝીટની રસીદ સાથે રૂબરૂ હાજર રહી સમ્મતિ પત્રક આપીને નવી યોજના માટે અરજદાર બની શકશે.
સંમતિ પત્રક તેમજ નવા ફોર્મની ચકાસણી બાદ સુરત મહાનગરપાલિકા દ્વારા કોમ્પ્યૂટરાઈઝ ડ્રો દ્વારા લાભાર્થીઓના નામો જાહેર કરશે. મોટા વરાછા, કતારગામ, પરવત-મગોબ, ભેદવાડ, ભથરણા, વેસુ, ભીમરાડ અને વરિયાવ વિસ્તારમાં નવા આવાસો માટે આજથી ફોર્મ વિતરણ શરૂ થયું છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



