ન્યુ દિલ્હી,તા.૨૫
જમ્મુ-કાશ્મીરને કાયમી નિવાસની વ્યાખ્યા કરવાનો વિશેષાધિકાર આપતી બંધારણની કલમ ૩૫-એની બંધારણીય યોગ્યતાને પડકારતી નવી અરજી સુપ્રીમ કાર્ટમાં દાખલ કરવામાં આવી હતી.
અરજકર્તા બિનસરકારી સંસ્થા ‘એકજૂટ જમ્મુ’એ સિવિલ સોસાયટી ગ્રુપ સહિત અન્ય અનેક સંસ્થાઓ અને વ્યÂક્તઓ દ્વારા આ જાગવાઈને રદ કરવાની માગણીને પડકારવામાં આવી છે. બંધારણની આ કલમને જાળવી રાખવાની માગણી કરતી અનેક અરજી પણ મળી છે.
બંધારણની કલમ ૩૫-એ ટૂ નેશન થિયરીને પ્રોત્સાહન આપી રહી છે જે બિનસાંપ્રદાયિકતાના વિચારોની વિરુદ્ધ છે એમ ઍડવોકેટ સુમિત. આર. શર્મા દ્વારા દાખલ કરવામાં આવેલી નવી અરજીમાં જણાવવામાં આવ્યું છે.
અરજીમાં જણાવ્યાનુસાર બંધારણની ૩૫-એ કલમ બિનસાંપ્રદાયિક ભારતમાં ધર્મને આધારે રાજ્યની રચના કરવાની, જમ્મુ-કાશ્મીર વિધાનસભા ઈસ્લામિક રહે તેવી અને જમ્મુ-કાશ્મીર વિધાનસભાને ભારતના નાગરિકોના મૂળભૂત અધિકારોનું સંપૂર્ણપણે ઉલ્લંઘન કરવાની સત્તા આપે છે.
(જી.એન.એસ.)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



