કોલકાત્તા,તા.૨૫
કોંગ્રેસ ૨૦૧૯ની લોકસભાની ચૂંટણી પહેલા હુલ ગાંધીની નવી ઓળખ ઊભી કરવા માંગતુ હોય તેમ લાગી રહ્યું છે. પહેલા રાહુલ ગાંધીના વિદેશ પ્રવાસ અને હવે ઘર આંગણે મોદી સરકારને રાફેલ ડીલ મુદે ઘેરવાનું શરૂ કરી દીધું છે. પૂર્વ નાણામંત્રી પી ચિદમ્બરમે શનિવારે કહ્યું કે, આ ગંભીર મુદ્દો છે. આ જાહેર મુદ્દો છે અને તેના તમામ પાસાઓની તપાસ થવી જાઈએ. તેથી કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી આ મુદ્દાને ઉઠાવી રહ્યાં છે.
કોલકત્તામાં આયોજીત પત્રકાર પરિષદમાં ચિદમ્બરે કહ્યું કે, યૂપીએ સરકાર દરમિયાન રાફેલને લઈને એક સમજુતી કરવામાં આવી હતી. આ હેઠળ આ ડીલ ૫૨૬ કરોડ રૂપિયામાં થઈ હતી. અમે ફ્રાન્સ સાથે ૧૨૬ લડાકૂ વિમાન માટે કરાર કરી લીધા હતા. યૂપીએ સરકારના કરાર પ્રમાણે ૩૬ વિમાનોનું બજેટ ૧૮૯૪૦ કરોડ રૂપિયામાં થઈ હોત.
પરંતુ મોદી સરકારે રાફેલને લઈને ફ્રાન્સ સાથે જે સમજુતી કરી છે તેનો ખુલાસો કરવામાં આવતો નથી. તેને છુપાવવામાં આવે છે. વડાપ્રધાન મોદીએ જે ૩૬ વિમાનોને લઈને ફ્રાન્સની કંપની સાથે સમજુતી કરી છે તેની કિંમતને જાહેર કરવામાં આવતી નથી. આ વિશે દેશને જણાવવું જાઈએ. સંગોયથી આ વાત સામે આવી ગઈ છે કે રાફેલ ડીલ પર ૬૦૧૪૫ કરોડ રૂપિયાનો ખર્ચ થશે. તે અનુસાર પ્રતિ વિમાન સરકારને ૧૬૭૦ કરોડ રૂપિયામાં પડશે.
મહત્વનું છે કે કોંગ્રેસે રાફેલ મામલાને ઉછાળીને મોદી સરકાર અને ભાજપને ઘેરવા માટે રણનીતિ બનાવી છે. આ મુદ્દા પર કોંગ્રેસના ૫૦ નેતાઓ ૧૦૦ શહેરોમાં મોદી સરકાર વિરુદ્ધ પત્રકાર પરિષદ કરશે. આ હેઠળ શનિવારે ચિદમ્બરમે કોલકત્તામાં પત્રકાર પરિષદનું આયોજન કર્યું હતું.
આ સાથે જ પી.ચિદમ્બરમે ૧૯૮૪ના શીખ રમખાણો પર કોંગ્રેસના રાહુલ ગાંધીના નિવેદન પર પણ જવાબ આપ્યો છે. તેમને કહ્યું કે, ૧૯૮૪માં કોંગ્રેસ સત્તા પર હતી ત્યારની સૌથી દર્દનાક અને દુખદ ઘટના છે. ડો. મનમોહન સિંહ જ્યારે પીએમ હતા ત્યારે તેમને સંસદમાં માફી પણ માંગી છે. જેના માટે રાહુલ ગાંધીને જવાબદાર ગણવા યોગ્ય નથી. તેઓ ત્યારે માત્ર ૧૩ કે ૧૪ વર્ષના એક બાળક હતા. તેમને કોઇને પણ દોષ મુક્ત ગણાવ્યા નથી.
(જી.એન.એસ.)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



