ન્યુ દિલ્હી,તા.૨
દિવાળી દરમિયાન ફટાકડા ફોડવાના કારણે હવામાં પ્રદુષણની માત્રામાં એકદમ વધારો થઇ જતાં લોકોના સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર પડતી હોવાથી સુપ્રીમ કોર્ટ દ્વારા આખા દેશમાં ફટાકડા ફોડવા પર પ્રતિબંધ લાદી શકાય કે કેમ તે અંગે કોર્ટ વિચારણા કરાઇ રહી છે.
કોર્ટે કÌšં હતું કે ફટાકડા ફોડવાના કારણે પ્રદુષણની માત્રામાં અસાધારણ વધારો થવાના કારણે શહેરમાં આશરે ૨૫થી ૩૦ ટકા બાળકોને શ્વાસની તકલીફ ઊભી થાય છે.
શું તમે એમ ઇચ્છો છો કે અમે કોઇ વાસ્તવવાદી નિર્ણય લઇએ અને પ્રદુષણ ફેલાવવા માટે જવાબદાર પર પ્રતિબંધ લાદીએ અથવા તો કોઇ વચગાળાનું વલણ અપનાઇએ તેમજ એકદમ ફટાકડા ફોડવા પર પ્રતિબંધ લાદી દઇએ? એમ જસ્ટિસ એ.કે. સિક્રી અને અશોક ભુષણની બેંચે પૂછ્યું હતું.
કોર્ટે એ પણ નોંધ્યું હતું કે ફટાકડા ફુટયા પછી તે બાળકો અને નવજાત માટે હવામાં પ્રદુષણનું મોટુ જાખમ ઊભું કરે છે. ફટાકડા ઉદ્યોગ વતી હાજર રહેલા વરિષ્ઠ વકીલ સી.એ. સુંદરમે દલીલ કરી હતી કે એક સંશોધન અનુસાર, ફટાકડા ફુટયા પછી હવામાં તેની અસર ખૂબ ઓછી પડે છે અને આ મુદ્દે વૈજ્ઞાનિક સંશોધન કરવું જાઇએ.
(જી.એન.એસ)
*જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
*આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861


"વંદે માતરમ ,ભારત માતાકી જય"



