ન્યુ દિલ્હી,તા.૨
ભારતના ત્રણેય સશસ્ત્ર દળોમાં ૯૦૯૬ કરતાં વધારે અધિકારીઓની ઓછા છે. આ સૂચિમાં ભારતીય સૈન્યનું નામ ટોચ પર છે, એવી માહિતી લોકસભામાં આપવામાં આવી હતી. નીચલા ગૃહને લેખિતમાં જવાબ દેતાં સંરક્ષણ માટેના રાજ્ય કક્ષાના પ્રધાન સુભાષ ભામ્રેએ કહ્યું કે ૧લી જાન્યુઆરી, ૨૦૧૮ના દિને ભારતના ભૂમિ દળમાં ૪૯,૯૩૩ અધિકારી હોવાનો સત્તાવાર આંકડો હતો પણ તેમાં ૪૨,૬૩૫ અધિકારી છે. માન્ય આંકડા કરતા ૭૨૯૮ અધિકારીની ઘટ પડે છે.
ભારતીય નૌકાદળમાં ૧૧,૩૫૨ અધિકારીના ખપ સામે વર્તમાન આંક ૯૭૪૬ અધિકારીઓનો છે એટલે કે મંજૂર કરાયેલી સંખ્યા કરતાં ૧૬૦૬ લોકો ઓછા છે. ભારતીય હવાઇ દળ (આઇએએફ)માં અનુમતિ પ્રાપ્ત ૧૨,૫૮૪ અધિકારીની આવશ્યકતા સામે હાલમાં ૧૨,૩૯૨ અધિકારી છે. ચીન પાસેથી સરહદ સંરક્ષણ સહકાર સાધવા કોઈ દરખાસ્ત મળી છે કે કેમ? તે અંગે તેણે નકારાત્મક જવાબ આપ્યો હતો. ૨૩મી ઓક્ટોબર ૨૦૧૩ના દિને ભારત તથા ચીન વચ્ચે સરહદ સંરક્ષણ સહકાર સાધવામાં આવ્યો હતો.
(જી.એન.એસ)
*જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
*આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861


"વંદે માતરમ ,ભારત માતાકી જય"




