ન્યુ દિલ્હી,તા.૧૧
ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન અને ભારતીય જનતા પાર્ટીના ફાયર બ્રાંડ નેતા યોગી આદિત્યનાથને ભડકાઉ ભાષણ મામલે સુપ્રીમ કોર્ટમાંથી રાહત મળી છે. આજે થયેલી સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કહ્યું કે આ મામલામાં સુપ્રીમ કોર્ટ કોઈ દખલ નહીં કરે. નીચલી કોર્ટ આ મામલામાં પોતાના વિવેકથી કાર્યવાહી કરે.
મહત્વનું છે કે યોગી આદિત્યનાથનો આ મામલો લગભગ ૧૧ વર્ષ જૂનો છે. ૨૭ જાન્યુઆરી ૨૦૦૭માં યોગી આદિત્યનાથે ગોરખપુરમાં સાંપ્રદાયીક હિંસા થઈ હતી. આ હિંસામાં બે લોકના મોત થયા હતા. અને કેટલાક લોકો ઘાયલ થયા હતા. ત્યારે યોગી આદિત્યનાથ સાંસદ હતા. ત્યારે રાધા મોહન દાસ અગ્રવાલ અને ગોરખપુરના તત્કાલીન મેયર અંજુ ચૌધરી પર ભડકાઉ ભાષણ અને હિંસા ભડકાવવાનો આરોપ લાગ્યો હતો. મહત્વનું છે કે પાછલી સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે ઉત્તરપ્રદેશ સરકારને નોટીસ આપીને પૂછ્યું હતું કે યોગી આદિત્યનાથ પર કેસ કેમ ન નોંધવામાં આવે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




