જમ્મુના હંદવાડામાં બે આંતકી ઠાર, સર્ચ ઓપરેશન યથાવત

0
14

શ્રીનગર,તા.૧૧
જમ્મુ કાશ્મીરમનાં કુપવાડમાં આતંકવાદીઓ અને સુરક્ષાબળો વચ્ચે મુઠભેડમાં ૨ આતંકીઓને ઠાર કરવામાં સુરક્ષાબળોને સફળતા મળી છે. સર્ચ ઓપરેશન હજુ પણ ચાલુ છે. મુઠભેડમાં માર્યા ગયેલા બંને આતંકવાદીઓ કોઇ મોટી ઘટનાને અંજામ આપવાના ફિરાકમાં હોય એમ કહેવામાં આવે છે.
ઇન્ટેલિજન્સ ઇનપુટ મળ્યા બાદ સેનાને આ કાર્યવાહી હાથ ધરી છે. સુચના મળ્યા બાદ કુપવાડામાં સેના ૩૦ રાષ્ટ્રીય રાઇફલ્સ, જમ્મુ-કાશ્મીર પોલીસની એસઓજી અને સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સી ૯૨મી બટાલિયનના જવાનોએ વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ઘર્યું.
દરમિયાન એક ઘરમાં છુપાયેલા આતંકવાદીઓએ વિસ્તારમાં ઘેરાબંધી જોઇએ જવાનો પર ફાયરિંગ શરૂ કરી દીધુ. આતંકવાદીઓની ફાયરિંગ પર જવાબી કાર્યવાહી કરતા સેનાએ પણ ફાયરિંગ શરૂ કરી દીધુ અને સવારે ૪ વાગ્યે સુધીમાં બે આતંકવાદીઓને ઠાર માર્યા.
ઠાર મરાયેલા આતંકવાદીની ઓળખ બારામુલાના સોપોર જિલ્લાના રહેવાસી લિયાકત અને હંદવાડાના રહેવાસી ફુરકાન તરીકે થઇ છે.
(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923 
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY