સુરત,તા.૪
કતારગામ વિસ્તારમાં આવેલી એક ગ્રીન લેન્ડ શોપમાંથી એગ્રી ફિલ્ડ ક્રોપ કેરમાંથી જંતુનાશક દવા બનાવવાનું પ્રતિબંધિત કેમિકલની બોટલ મળી આવી હતી. ડેપ્યુટી ડાયરેક્ટર એગ્રીકલ્ચર દ્વારા પાડવામાં આવેલી રેડમાં સો એમએલની બોટલ ઝડપાઈ હતી. અને બોટલો જપ્ત કરી સેમ્પલને રાષ્ટ્રીય સ્તરની લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે.
કતારગામની એગ્રી ફિલ્ડ ક્રોપ કેર દ્વારા મોટાપાયે બાયો પેસ્ટિસાઈડ વેચાતું હોવાની ફરિયાદ મળી હતી. જેથી અગ્રીકલ્ચર વિભાગ દ્વારા રેડ પાડવામાં આવી હતી. જેમાં પ્રતિબંધિત કેમિકલની સો બોટલ મળી આવી હતી. જાદુ નામથી વેચાતા આ પેસ્ટિસાઈડનો ઉપયોગ ખેતીમાં થાય છે. આ પેસ્ટિસાઈડ સીટીપીઆર નામના કેમિકલમાંથી બને છે. જાકે. આ કેમિકલ ભારતમાંથી ખરીદરવાને બદલે ચીનથી મંગાવી કેમિકલનો ઉપયોગ કરીને પેસ્ટિસાઈડ બનાવવામાં આવતી હોવાની શંકા વ્યક્ત કરાઈ રહી છે.
કલોરનેટ ટ્રાની લીપરોલ નામની કેમિકલ ભારતમાં પેટન્ડેડ હોવાથી પણ તેના જેવા ભળતા કેમિકલથી પેસ્ટિસાઈડ બનાવીને વેચાતું હોનામી ફરિયાદ મળી હતી. જેથી થેતી નિયામક એનજે ગામીન, મદદનીશ ખેતી નિયામક કથીરિયા સહિતની સાત સભ્યોની ટીમ દ્વારા રેડ પાડી જથ્થો જપ્ત કર્યો હતો. એન જે ગામીતે જણાવ્યું હતું કે, સેમ્પલ રિપોર્ટમાં પ્રતિબંધિત કેમિકલ હોવાનું પુરવાર થાશે તે કંપની સામે પેસ્ટિસાઈડ એક્ટનો ગુનો નોંધી આગલની કાર્યવાહી કરવામાં આવશે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



