વાહન પાર્કિંગ કરવા બાબતે રત્નકલાકાર સાથે ઝઘડો કરવામાં આવ્યો હતો
સુરત, તા.૧૮
લીંબાયત શિવકૃપા સોસાયડટી પાસે સ્ફોટક પ્રવાહી પાંચથી છ વાહનો પર નાંખી સળગાવી નાંખી અરૂણ, લાલો અને આકાશ નામના ત્રણ આરોપીઓ ફરાર થઈ ગયા હોવાનો બનાવ લીંબાયત પોલીસ મથકે નોîધાયો હતો.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર લીંબાયત મહાપ્રભુનગર નાગેશ્વર મંદિર પાસે કિરણભાઈ ïપવાર રહે છે. તેઓ હીરાના કારખાનામાં છુટક મજૂરી કરે છે. મૂળ મહારાષ્ટ્ર જલગાંવના રહેવાસી અને હાલમાં લીંબાયત વિસ્તારમાં રહેતા કિરણભાઈએ પોતાની ગાડી તેમના મિત્રના ઘર પાસે મુકવા ગયા હતા. આ બાબતે અરૂણ, લાલો અને આકાશ નામના ત્રણ આરોપીઅોએ તેમની સાથે ઝઘડો કરી રેમ્બો છરો બતાવીï સ્પ્લેન્ડર મોટર સાયકલ સહિત અન્ય પાંચેક વાહનો પર સ્ફોટક પ્રવાહી નાંખી સળગાવી નાંખ્યા હતા. આ સાથે ઈલ્યાસ બશીરની દુકાનમાં પણ તોડફોડ કરી નુકસાન પહોચાડી ધમકી આપી ફરાર થઈ ગયા હતા. લીંબાયત પોલીસે રત્ïનકલાકારની ફરિયાદ નોîધી તપાસ શરૂ કરી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




