૭મા પગાર પંચની માંગણી, બે દિવસ સુધી ધરણાનો કાર્યક્રમ યથાવત
સુરત, તા.૧૮
સમગ્ર ગુજરાત રાજ્યના એસટી નિગમના કર્મચારીઅોને સાતમું પગાર પંચ નહીં આપતા અને હજુ સુધી રાજ્ય સરકાર દ્વારા તેની ચૂકવણી સંદર્ભે કોઈ પગલા નહીં ભરવામાં આવતા રાજ્યની એસટી સંકલન સમિતિ દ્વારા ૨૦મી ફેબ્રુઆરીની મધ્યરાત્રિથી સુરત સહિત સમગ્ર ગુજરાત રાજ્યની આઠ હજાર એસટી બસોના પૈડા થંભી જશે. જેકે, ૧૮ અને ૧૯ïમી ફેબ્રુઆરીïના રોજ એલ.એચ. રોડ પર આવેલી વિભાગીય નિયામકની ઓફિસ બહાર એસટી નિગમના કર્મચારીઓ ધરણા-પ્રદર્શન અને સૂત્રોચ્ચાર કરશે. એવું એસટી કર્મચારી યુનિયનના અગ્રણી કૌશલ દેસાઈ અને રશીદ શેખે જણાવ્યું હતું.
તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, ૭માં પગાર પંચ તેમજ એસટી કર્મચારીઅોની વિવિધ માંગણીઓના સંદર્ભમાં સંકલન સમિતિ દ્વારા નિગમના વહીવટી વડા તેમજ વાહન વ્યવહાર મંત્રીઓ સાથે વારંવાર પરામર્શ કરી લેખિત રજૂઆતો કરવામાં આવી હતી. સંકલન સમિતિ દ્વારા જે પડતર પ્રશ્નો અંગે માંગણીઓ કરવામાં આવી છે. તે આ મુજબ છે. ૭માં પગાર પંચનો તાત્કાલિક અમલ કરી નિગમના કર્મચારીઅોને તેનો લાભ આપવો. ફિક્સ પગારના કર્મચારીઅોને સરકારના ધારાધોરણ મુજબïના તમામ નાણાંકીય લાભાલાભો તેમજ અન્ય સવલતો આપવી. સને ૨૦૧૧ પહેલાના અંદાજીત ૧૦૦૦ જેટલા આશ્રિતો છે. જ્યારે નિગમમાં પટાવાળા, વોચમેનની ભરતી થતી નથી. ત્યારે આવા બાકી રહી ગયેલ આશ્રિતોને સત્વરે નિગમમાં નોકરી આપવી અથવા સરકારના ધારાધોરણ મુજબ આર્થિક પેકેજનો લાભ આપવો સહિતનીમાંગણી દોહરાવી હતી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



