પત્નીને ફોન કરનાર યુવક ઉપર પતિ સહિત ત્રણે કરેલો હુમલો

0
13

ચપ્પુ અને પાઈપ મારી દેવાતા યુવકની હાલત ગંભીર
સુરત, તા. ૬
મારી પત્નીને કેમ ફોન કરે છે, તેમ કહીને પરિણીતાના પતિએ મિત્રો સાથે મળીને એક યુવકને માર માર્યો હોવાનો બનાવ સચીન પોલીસ મથકે નોધાયો હતો. સચીન પોલીસે હુમલા અંગે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળે છે.
સચીન પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ પારડી કણદે કરૂણા પાર્કમાં રહેતા નુપરામકરણ યાદવે આરોપી સતિષ, ઈશ્વર વાંસફોડિયા, એક મિત્ર સામે ફરિયાદ નોધાવી હતી. ફરિયાદમાં જણાવ્યા મુજબ ત્રણેય આરોપી ફરિયાદી પાસે આવીને તું મારી પત્ïનીને કેમ ફોન કરે છે તેમ જણાવી ઢીક-મુક્કીનો માર માર્યો હતો. તેમજ ગાડીમાંથી લોખંડની પાઈપ કાઢી ચપ્પુ સાથે ફરિયાદી ઉપર હુમલો ગંભીર ઈજા પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી નાસી ગયા હતા. બનાવ અંગે સચીન પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY