બાઈક સવારો રોકડા રૂ. ૨૦,૩૦૦ લૂંટી ગયા

0
24

સુરત, તા. ૬
સલાબતપુરા ગૌતમ માર્કેટની સામે મોટર સાઈકલ ઉપર આવેલા બે અજાણ્યા યુવકોએ રોકડા રૂપિયા ૨૦,૩૦૦ની લૂંટ કરી નાસી ગયા હતા.
સલાબતપુરા પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ પંચમહાલથી સુરત ખરીદીના કામે આવેલા અસ્પાક યુનુસ મદારી તા. ૪/૧૨/૧૮ના રોજ ગૌતમ માર્કેટની સામે જ પસાર થતા હતા. ત્યારે મોટર સાઈકલ ઉપર ધસી આવેલા બે અજાણ્યા યુવકોએ ફરિયાદી અસ્પાકનો કોલર પકડીખિસ્સામાથી રોકડા રૂપિયા ૨૦,૩૦૦ કાઢી લઈ લૂંટ કરી નાસી ગયા હતા. સલાબતપુરા પોલીસ પોલીસે લૂંટનો ગુનો દર્જ કરી તપાસ હાથ ધરી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે સુરતની ટેક્સટાઈલ્સ માર્કેટમાં ખરીદી કરવા બહારગામથી મોટા પ્રમાણમાં આવતા હોય છે અને રોકડા રૂપિયા પણ સાથે રાખતા હોય છે તેથી માર્કેટમાં સક્રિય ચોક્કસ ટોળકી આવા બહારગામથી આવતા લોકોને નિશાન બનાવતી હોવાની માહિતીને આધારે પોલીસેડ આ દિશામાં પણ તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળે છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY