સુરત અને તાપી જિલ્લાના ખેડૂતોએ ખરીદી કેન્દ્રોનો સંપર્ક કરવો
સુરત, તા.૬
રાજયના ખેડુતોને પોતાના પાકોના પોષણક્ષમ ભાવો મળી રહે તે માટે રાજય સરકાર દ્વારા ટેકાના ભાવે મોટા પ્રમાણમાં ખરીદી કરવામાં આવી રહી છે. સુરત અને તાપી જિલ્લામાં મગફળી, ડાંગર અને મકાઈને ટેકાના ભાવે ખરીદી કરવામાં આવી રહી છે. રાજય સરકાર દ્વારા લધુત્તમ ટેકાના ભાવે ખરીદ માર્કેટીગ સીઝન ૨૦૧૮-૧૯ અંતર્ગત ડાંગર, મકાઈ અને મગફળીની ખરીદીની શરૂઆત તા.૧૬/૧૦/૨૦૧૮થી નાગરિક પુરવઠા નિગમના સુરત જિલ્લાના કેન્દ્રો ખાતેથી કરવામાં આવી રહી છે.
જે અંતર્ગત આજદિન સુધીમાં સુરત જિલ્લામાં ૫૩૩ કિવન્ટલ મકાઈ, ૪૧૫.૪૫ કિવન્ટલ ડાંગરની અને ૨૪૬.૬૦ કિવલન્ટલ મગફળીની ખરીદી કરવામાં આવી છે. જયારે તાપી જિલ્લામાં ૧૦૮૪ કિવલન્ટલ મકાઈ, ૬૬૯૬ કિવલન્ટલ ડાંગરની ખરીદી કરવામાં આવી છે.
નોંધનીય છે કે, રાજય સરકાર દ્વારા ટેકાના ભાવ ડાંગર(કોમન)ના રૂ.૧૭૫૦ પ્રતિ કિવન્ટલ, મકાઈ માટે રૂ.૧૭૦૦ પ્રતિ કિવન્ટલથી ખરીદી કરવામાં આવી રહી છે. સુરત જિલ્લાના લધુતમ ટેકાના ભાવે વેચાણ કરવા ઈચ્છા ધરાવતા ખેડૂતોએ ઓનલાઈન નોંધણી http//pds.gujarat.gov.in ઉપર કરાવવા માટે જિલ્લાના બારડોલી, મઢી, મહુવા, માંડવી, માંગરોળ, નવાગામ, ઓલપાડ, કીમ, કડોદરા ખાતેના રાજય નાગરિક પુરવઠા નિગમના ગોડાઉના કેન્દ્ર ખાતે સંપર્ક કરવાનો રહેશે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



