ક્રીભકો ટાઉનશીપમાં કેન્ડલ માર્ચ યોજી શહીદ જવાનોને શ્રદ્ધાંજલી

0
11

હજીરા પ્લાન્ટના અધિકારી-કર્મચારીઓએ ભાગ લીધો
સુરત, તા.૧૯
કૃષક ભારતી કો-ઓપરેટિવ લિમિટેડ, હજીરા, સુરત દ્વારા પુલવામામાં થયેલ કાર બોમ્બ ધડાકામાં શહીદ ૪૦ સીઆરપીએફ સૈનિકોને શ્રદ્ધાંજલિ આપવા માટે ૧૭મી ફેબ્રુઆરી ૨૦૧૯ના રોજ સાંજે ૭ વાગ્યે ક્રીભકો ટાઉનશીપ ઓપન એર ગ્રાઉન્ડ, ક્રિભકો નગર, હજીરા ખાતે કેન્ડલ માર્ચ યોજાયો હતો. આ કેન્ચલ માર્ચમાં રાષ્ટ્રધ્વજ અને પોસ્ટરો રાખીને આતંકવાદી હુમલામાં પોતાનું જીવન ગુમાવનારા લોકોને યાદ રાખવા માટે તેમના હાથમાં મીણબત્તીઓ સાથે ક્રિભકો ટાઉનશીપ નિવાસીઓએ રેલી કાઢેલ હતી.
આ કેન્ડલ માર્ચની આગેવાની એન.સંબશીવ રાવ, મેનેજિંગ ડિરેક્ટર, ક્રિભકો અને એમ.આર. શર્મા, ઓપરેશન્સ ડિરેક્ટર દ્વારા કરવામાં આવી હતી. ક્રિભકો હઝીરા પ્લાન્ટના વરિષ્ઠ અધિકારીઓ, કર્મચારીઓ અને બાળકો અને ટાઉનશીપ રહેવાસીઓએ કેન્ડલ માર્ચમાં ભાગ લીધો હતો. તેઓએ જુવાનને બહાદુર આત્માઓ તરીકે યાદ કર્યા હતા. જેઅોએ દેશ માટે પોતાને બલિદાન આપ્યું હતું અને બહાદુરના માનમાં બે મિનિટની મૌન પાળી શ્રદ્ધાંજલી આપી.

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY