દિવ્યાંગ કર્મચારી દિવ્યેશ ગાંધીની પ્રેરણાથી બેંકના કર્મચારીએ પણ આર્મી ફન્ડમાં પોતાનો એક દિવસનો પગાર જમા કરાવ્યો.
રાજપીપળા :જમ્મુ-કાશ્મીરના પુલવામા સીઆરપીએફ જવાનો પર આત્મઘાતી આતંકી હુમલો કરાયો હતો જેમાં 40 થી વધુ જવાનો શહીદ થયા હતા.સોશિયલ મીડિયામાં આ જવાનોના પરિવારોને આર્થિક મદદ કરવા બોલિવુડથી માંડીને મોટી મોટી હસ્તીઓએ લોકોને અપીલ કરી હતી.બીજી બાજુ સમગ્ર દેશમાં દેશવાસીઓએ કેંડલ માર્ચ યોજી શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી.
આવા સમયે પોતે દિવ્યાંગ હોવાથી કેન્ડલ માર્ચમાં હાજર રહી ન શકવાનો વસવસો રાજપીપળાના સરકારી કર્મચારી દિવ્યેશ ગાંધીને રહ્યા કરતો હતો.એમને અચાનક જવાનોને આર્થિક મદદ કરવાની અપીલ યાદ આવી,તુરંત તેઓ નજીકની રાજપીપળા શાખાની સિન્ડિકેટ બેંકમાં ઉપડી ગયા.આર્મી ફંડના સરકારી એકાઉન્ટમાં પોતાનો એક દિવસનો પગાર જમા કરાવ્યો,ત્યારે દિવ્યાંગ કર્મચારીની પ્રેરણાથી સિન્ડિકેટ બેંકના કર્મચારી જે.કે.ઠાકુરે પણ પોતાનો એક દિવસનો પગાર આર્મી ફન્ડમાં જમા કરાવી દીધો.જમ્મુ-કાશ્મીરમાં આતંકી ઘટના બાદ આર્મી ફન્ડમાં મદદ માટે રકમ જમા કરાવવા વાળા દિવ્યેશ ગાંધી રાજપીપળામાં પ્રથમ વ્યક્તિ હોઈ શકે.
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





