આશરે ૬ હજાર સુધીનું ભાડું : સવા કલાકની મુસાફરી
સુરત, તા. ૧૯
એરપોર્ટ પરથી ઈન્ટરનેશનલ ફ્લાઈટ શરૂ થયા બાદ આગામી ૩૧મી માર્ચથી સ્પાઈસ જેટ દ્વારા સુરત ભોપાલ વચ્ચે ફ્લાઇટ શરૂ કરવા માટે નિર્ણય લીધો હોવાનું જાણવા મળ્યું છે. સમય શિડ્યુલમાં આ ફ્લાઇટ શરૂ થતી હોવાના કારણે અન્ય ફલાઇટના સમયમાં ફેરફાર થવાની શક્યતા છે. જ્યારે સુરત-ભોપાલ ફ્લાઈટનું ઓનલાઈન બુકિંગ પણ શરૂ કરી દેવામાં આવ્યું છે.
મળતી માહિતી મુજબ સુરત એરપોર્ટથી ?વધુ એક ફ્લાઇટ ઉડાડવા માટે સ્પાઇસ જેટ આગળ આવી છે. આગામી ૩૧મી માર્ચથી સુરત- ભોપાલ વચ્ચે વિમાન સેવા શરૂ કરવામાં આ?વશે. બપોરે ૨.૧૦ કલાકે સુરતથી ફલાઇટ ઉડશે તેવી રીતે સાંજે ૬.૫૫ કલાકે ભોપાલથી સુરત ફ્લાઇટ આવશે. હવે સુરતથી ભોપાલની મુસાફરી ફક્ત ૧ કલાક અને ૨૦ મિનિટમાં પૂર્ણ થશે. હાલમાં આ મુસાફરીનું ભાડુ ૩૦૦૦થી ૪૦૦૦ રૂપિયા રાખવામાં આવ્યું છે. જોકે, સમર શિડ્યુલ શરૂ થઇ રહ્યું છે ત્યારે આ ફલાઇટ શરૂ થતાં ઉદયપુરની ફ્લાઇટના સમયમાં ફેરફાર થવાની શક્યતા રહેલી છે.
હાલમાં ગુજરાત અને મધ્ય-દેશને હવાઇ માર્ગે જોડનાર ફ્લાઇટ અમદાવાદથી ઓપરેટ કરાય છે. ભોપાલ માટે કનેક્ટીવિટી શરૂ થતાં સુરત બીજુ ડેસ્ટિનેશન બનશે. આનો સૌથી વધુ લાભ શહેરમાં વસ્તા મધ્ય-દેશના ખાસ કરીને ભોપાલના લોકોને થશે. તેઓ હવે સરળતાથી હવાઇ માર્ગે ભોપાલ પહોંચી શકશે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



