ગણદેવીના ગણદેવા ગામેથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો

0
7

આર.આર.સેલ દ્વારા રેડ કરી કાર્યવાહી કરાઈ
સુરત, તા. ૧૯
ગણદેવી નજીક આવેલા ગણદેવા ગામે સુરત આર.આર. સેલ પોલીસે બાતમીના આધારે રેડ કરી બુટલેગરો ઝાડીમાં છુપાવેલો ઇંગ્લિશ દારૂની કુલ ૧૦૫૬ નંગ બાટલીનો જથ્થો કિંમત ૫૮૮૦૦નો ઝડપી પાડ્યો હતો. ત્રણ બુટલેગરોને વોન્ટેડ જાહેર કર્યા હતા.
પોલીસ દ્વારા મળતી માહિતી મુજબ સુરત આર.આર સેલ પોલીસને બાતમી મળી હતીï. જેના આધારે ગત રાત્રે ગણદેવી તાલુકાના ગણદેવા ગામે દોડિયા ફળીયામાં રેડ કરી ઝાળી ઝાંખરામાં છુપાવેલો ગેરકાયદેસર વગર પાસ પરમીટનો ઇંગ્લિશ દારૂ વ્હીસ્કી ટીન બીયરની નાની મોટી કુલ ૧૦૫૬ નંગ બાટલીનો જથ્થો કિંમત રૂ.૫૮૮૦૦નો મળી આવ્યો હતો. પોલીસે બાતમીના આધારે દારૂ વેચનાર-સપ્લાય કરનારા ત્રણ જેટલા બુટલેગર કિરણ ઉર્ફે કિલ્લુ વિનોદભાઈ પટેલ રહે. હનુમાન ફળીયા, એંધલ, તા.ગણદેવી તથા ઉમેશ ઈશ્વરભાઈ પટેલ રહે. એંધલ વાંઝરી ળીયા, તા.ગણદેવી અને પિતેશ ઉર્ફે બેરો રહે. ઓરવાડ, આનંદનગર, તા.પારડી, જિ. વલસાડને વોન્ટેડ જાહેર કર્યો હતો. આ અંગે ગણદેવી પોલીસમાં આર.આર. સેલના પો.કો. એ પ્રોહિબીશનની ફરિયાદ નોîધાવી હતી. જે અંગે વધુ તપાસ પી.એસ.આઈ. એમ.એન. શેખ કરી રહ્ના છે.

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY