બે રાહદારીના હાથમાંથી મોબાઈલ ફોનની ચીલઝડપ કરાઈ

0
8

ચોક અને પુણા પોલીસે ગુનો નોંધ્યો
સુરત, તા. ૧૯
પરવત ગામ મનુસ્મૃતિ સોસાયટીના ગેટ પાસેથી પસાર થતા તથા સિંગણપોર ચાર રસ્તાથી પસાર થતા એક યુવકનો મોબાઈલ ફોન ઝુટવી મોટર સાયકલ પર આવેલા અજાણ્યા ઈસમો ફરાર થઈ ગયા હોવાનો બનાવ જુદા જુદા બે પોલીસ મથકોમાં નોંધાયા હતા.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર પરવત ગામ સીલીકોન ટાવર પાસે સ્મિત રો હાઉસ અનિલ ગુલાબચંદ ભાવસાર રહે છે. તેઓ પરવત પાટીયા મનુસ્મૃતિ સોસાયટીના ગેટ પાસેથી પસાર થતા હતા. ત્યારે કાળા કલરની મોટર સાયકલ જજે-૧૬-સીકે-૦૪૦૯ પર બેસીને આવેલા બે અજાણ્યા ઈસમોએ તેમના ગજવામાંથી રૂ.૩ હજારની કિંમતનો મોબાઈલ ફોન ઝુંટવી ફરાર થઈ ગયા હતા. જ્યારે અન્ય એક બનાવમાં સિંગણપોર ચાર રસ્તા પાસેથી પસાર થતા પારસ નામના યુવકના હાથમાંથી ૧૬ હજારની કિંમતનો મોબાઈલ ફોનની ચીલઝડપ કરી મોટર સાયકલ પર આવેલા બે અજાણ્યા ઈસમો ફરાર થઈ ગયા હતા. પોલીસે ગુનો નોîધ્યો હતો.

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY