માત્ર બે હજારના મોબાઈલ માટે સાઈકલ સવાર યુવાનની હત્યા કરનારા ત્રણ ઝડપાયા

0
21

રાત્રિના સમયે રાહદારી અને બાઈક ચાલકો પાસેથી મોબાઈલ લૂંટનારી ગેîગ ઝડપાઈ
સુરત, તા. ૨૧
ખટોદરા સોમા કાનજીની વાડી પાસે બે સપ્તાહ અગાઉ સાઈકલ સવાર ઓરિસ્સાવાસી યુવાનની હત્યામાં સંડોવાયેલા ૩ આરોપીઓને ક્રાઈમ બ્રાન્ïચે ઝડપી લીધા છે. આરોપીઓ માત્ર એક-બે હત્યાના મોબાઈલ માટે યુવકની હત્યા કરી હતી. પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું કે, આ ટોળકી રાત્રિના સમયે એકલ-દોકલ રાહદારી કે બાઈક સવારને લૂંટવાના ગુનામાં સંડોવાયા છે.
ક્રાઈમ બ્રાન્ચના સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ ગત તા. ૬/૨/૨૦૧૯ના રોજ ખટોદરા સોમા કાનજીભાઈ વાડીની પાસે સાગા ફર્નીચર નજીક એક અજાણ્યા સાઈકલ સવારનીછાતીના ભાગે ચાકુના ઘા મારી મોત નીપજાવવામાં આવ્યું હતું. આ ગુનાની તપાસમાં ડીસીબી આજુબાજુના સીસીટીવી ફૂટેજ જાતા ત્રણ શકમંદોની અટકાયત કરવામાં આવી હતી. સીમાંચલ ઉર્ફે મહેન્દ્ર નાહક રહે. આશાપુરી સોસાયટી, મુન્ના ઉર્ફે કાલીયા પરીઢા રહે. આશાપુરી સોસાયટી અને સુબલા ગણેશ નાહકની પૂછપરછ કરવામાં આવી હતી. ગત ૬/૨/૨૦૧૯ના રોજ સવારે ૬ વાગ્યાના સુમારે હોન્ડા સાઈન જીજે-૦૫-એસએ-૭૬૦૮ ઉપર ત્રણ સવારથી થઈ લૂંટ કરવા નીકળ્યા હતા. ખટોદરા સોમા કાનજી એેસ્ટેટ-૨ પાસે અજાણ્યા સાઈકલ સવારને છાતીમાં ચાકુની ઘા મારી સેમસંગ જે-૨ મોબાઈલ કિંમત ૨૦૦૦ïની લૂંટ કરી હતી. આ ઉપરાંત ૨૩/૧/૨૦૧૯ના રોજ રાત્રિના સુમારે ખજાદ ગામ હીરા બુર્સ જવાના રોડ પર અજાણ્યા રાહદારી ચાલતા ચાલતા જતો હોય તેની પાસેથી વીવો મોબાઈલ કિંમત ૧૦૦૦ની લૂંટ ચલાવી હતી. ત્રણે આરોપીઓ મોજશોખના ખર્ચ માટે વાહન ચોરી લૂંટના ગુનાઓ આચરતા હતા. ક્રાઇમ બ્રાન્ચ વધુ તપાસ કરી રહી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY