સુરત, તા.૨૧
અનુસૂચિત જાતિઓના સર્વાગી વિકાસ માટે શૈક્ષણિક યોજનાઓ, આર્થિક ઉત્કર્ષ, આરોગ્ય અને વસવાટની યોજનાઓ અમલમાં છે. સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ હેઠળના અનુસૂચિત જાતિ કલ્યાણ ખાતા દ્વારા અનુસૂચિત જાતિના લોકોનું જીવન ઘોરણ ઉચુ આવે તે માટે રાજય સરકાર દ્વારા અનેકવિધ યોજનાઓ તેમને લાભો આપવામાં આવે છે. સુરત જિલ્લા પંચાયતના સમાજ કલ્યાણ અધિકારીની કચેરી દ્વારા ગત વર્ષમાં જનરલ શિષ્યવૃત્તિ યોજના અંતર્ગત ધોરણ ૧ થી ૮ના અનુસૂચિત જાતિના કુમાર વિદ્યાર્થીઓને રૂ.૫૦૦ લેખે તથા ધો.૬ થી ૮ ની કન્યાઓને રૂ.૭૫૦ એમ મળી કુલ ૧૪૭૨ વિદ્યાર્થીઓને લાભ આપવામાં આવ્યો હતો.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



