કુલ રૂ.૭૬ કરોડનો ખર્ચ રાજ્ય સરકારે ચૂકવ્યો
સુરત, તા.૨૧
રાજય સરકાર દ્વારા બજેટમાં મા અને મા વાત્સ્લ્ય યોજના હેઠળનું સુરક્ષા કવચ રૂ.૩ લાખથી પાંચ લાખ કરીને ગરીબ અને મધ્યમવર્ગના લોકોને મોટી રાહત આપી છે. ત્રણ લાખની વાર્ષિક આવક મર્યાદાને વધારીને ચાર લાખ કરવામાં આવી છે. સુરત જિલ્લામાં એપ્રિલ-૨૦૧૯ થી માંડી ડિસેમ્બર-૧૯ સુધીમાં મા અમૃતમ યોજના હેઠળના બી.પી.એલ. પરિવારના ૫૯,૭૮૭ જરૂરતમંદોને યોજના હેઠળ આવરી લેવામાં આવ્યા છે. આ યોજના અંતર્ગ્ત જિલ્લાના ૫૪,૪૯૦ લાભાર્થીઓએ સારવાર મેળવી જે અંગેનો રૂ.૭૬ કરોડ જેટલી માતબર રકમ રાજય સરકાર દ્વારા ચૂકવવામાં આવી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



