એસ.ટી. કર્મચારીઓ દ્વારા ગરબા લઈ બસ સ્ટેશન ઉપર અનોખો વિરોધ

0
8

સુરત ડેપોને એક દિવસમાં ૪૫ લાખનું નુકસાન : હજારો મુસાફરોને ભારે હાલાકી
સુરત, તા. ૨૧
ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમના કર્મચારીઓના પડતર પ્રશ્નોના નિકાલ નહીં આવતા હડતાળ પર ઊતરી ગયા છે. અને સુરત સેન્ટ્રલ ડેપો પર કર્મચારીઓ દ્વારા ગરબા લોલીપોપ દર્શાવી અને સૂત્રોચ્ચાર કરી વિરોધ નોîધાવવામાં આવ્યો હતો.
ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમના કર્મચારીઓની હડતાળના પગલે સુરત ડેપોની ૫૦૨ જેટલી બસોના પૈîડા થંભી ગયા છે. અને ડ્રાઈવર, કન્ડક્ટર, વહીવટી સ્ટાફ સહિત ૨૭૦૦ કર્મચારીઓ હડતાળમાં જાડાયો છે. જેને પગલે સુરત આવતા અને જતા મુસાફરોને અટવાઈ ગયા છે. અને એસટીની હડતાળના કારણે એક દિવસમાં સુરત ડેપોને ૪૫ લાખનું નુકસાન થવાનો અંદાજ છે.
એસટી કમૃચારી યુનિયનના જનરલ સેક્રેટરી કૌશલ દેસાઈ જણાવે છે કે, કર્મચારીઓએ સોમવાર અને મંગળવાર એમ બે દિવસ પ્રતિક ધરણા પર બેઠા હતા. પણ કોઈ પણ નિકાલ આવ્યો નથી. જેથી કર્મચારીઓમાં રોષ ફેલાયો છે. કર્મચારીની માંગ છે કે, તેમને સાતમુ પગાર પંચ અપાય, ફિક્સ પગારના કર્મીને સરકારી ધારા-ધોરણ મુજબ પગાર ચૂકવો, ડ્રાઈવર અને કંડક્ટરને વર્ગ-૩માં ગણો, પ્રિમિયમ સેવાના નામે ચાલતી બસ બંધ કરી ખોટ અટકાવાય, પીપીપી ધોરણે નિગમની જમીને ખાનગી માલિકોને વેચવાનું બંધ કરાય છે. કર્મીઓના હિત સાથે જોડાયેલા નીતિ નિયમમાં ફેફાર કરાય અને વર્ષ-૨૦૧૧થી આશ્રિતોને તાત્કાલિક નોકરી અપાય.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY