અભ્યુદય બહુઉદ્દેશીય સંસ્થા, વર્ધાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પદે ડૉ. અતુલભાઈ પાઠકની વરણી

0
17

સૌથી વધુ વર્ષ સુધી અધ્યક્ષ પદે રહેવાનો નવો વિક્રમ સ્થાપિત કર્યો
સુરત, તા.૨૧
અત્રે અભ્યદય બહુઉદ્દેશીય સંસ્થા, વર્ધાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પદે સુરતના જાણીતા રચનાત્મક કાર્યકર, સનિ્નષ્ઠ હિન્દી પ્રચારક અને વિદ્વાન સાહિત્યકાર ડૉ. અતુલભાઈ પાઠકજીની સર્વાનુમતે વરણી થઈ છે. અભ્યુદય બહુઉદ્દેશીય સંસ્થા, વર્ધા દ્વારા હિન્દીના પ્રચાર પ્રસારનાં ઉદ્દેશથી અવાર નવાર વિશ્વના જુદા જુદા દેશોમાં વિશાળ પાયે હિન્દી અધિવેશનોનું આયોજન કરવામાં આવે છે.
રાષ્ટ્રભાષા પ્રચારક મંડળ, સુરતમાં સૌથી વધુ વર્ષ સુધી અધ્યક્ષ પદે રહેવાનો ડો. અતુલભાઈ પાઠકજીએ નવો વિક્રમ સ્થાપિત કર્યો છે. રાષ્ટ્રભાષા પ્રચારક મંડળ સુરતના અધ્યક્ષ પદે હોવા ઉપરાંત ડૉ. અતુલભાઈ પાઠકજી હાલમાં ગુજરાત પ્રાંતીય રાષ્ટ્રભાષા પ્રચાર સમિતિ, અમદાવાદના વિભાગીય પ્રચાર મંત્રી પણ છે.

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY