લીંબાયતના જમાઈ દ્વારા સસરા પર ચાકુ વડે હુમલો
સુરત, તા.૨૧
લીંબાયત મીઠીખાડી કુબા મસ્જિદ સામે રહેતી એક પરિણીતાના સાસરામાં ખબર પૂછવા ગયેલા બે મહિલાઓ સહિત એક પુરૂષ પર ચપ્પુ વડે હુમલો કરી શરીરના ભાગે ઈજાઓ પહોંચાડી ફરાર થઈ ગયા હોવાનો બનાવ લીંબાયત પોલીસ મથકે નોંધાયો હતો.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર મૂળ ભાવનગર જિલ્લાના કાળા નાળા ગામ ખાતેના વતની અને હાલમાં માછલી પીઠ ચૌટાપુલ ખાતે રહેતા ગફ્ફાર ઈબ્રાહીમ કાસવાણીની પુત્રી અકસાનાના લગ્ન વસીમ જાકીર હુસૈન સાથે થયા હતા. લીંબાયત મીઠીખાડી રહેતા આ દંપતિ શરૂઆતમાં ખૂબ આનંદથી રહ્ના હતા. ત્યારબાદ પત્નીને બે માસનો ગર્ભ રહી ગયો હતો. જે સાસરીપક્ષની સહમતિથી પરિણીતાનો ગર્ભ પડાવી નાંખ્યો હતો. આ બાબતે ગફ્ફાર કાસવાણી, પત્ની રેહાના, મોહસીન તથા ગફ્ફારની બેન જરીના વગેરેઓ અકશાનાની ખબર પૂછવા તેની સાસરીમાં ગયા હતા. ત્યારે પતિ વસીમ જાકીર, જાકીર હુસૈન વલી મોહંમદ તથા નફીસા જાકીર હુસૈન વગેરેઓ તેઓ સાથે ઝઘડો કર્યો હતો અને વસીમ નામના આરોપીએ ચપ્પુ કાઢી ગફ્ફાર પર હુમલો કરી ફરાર થઈ ગયા હતા. લીંબાયત પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




